નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી માટે નવમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ ચાર ઉમેદવારોના નામ જાહેરા કર્યા છે. જેમાં અસમના એક, કર્ણાટકના 2 અને ઉત્તર પ્રદેશની હાથરસ સીટ પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી પાર્ટીએ કુલ 310 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. ઓડિશાના બીજાપુર વિધાનસભા સીટ પર પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
અસમના નૌગોંગ લોકસભા સીટ પરથી રૂપક શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં બેંગલોર રૂરલથી અશ્વત નારાયણ અને બેંગલોર સાઉથથી તેજસ્વી સૂર્યાનું નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે યૂપીના હાથરસ (એસસી) સીટ પર રાજવીર વાલ્મીકિને ઉતારવામાં આવ્યા છે. ઉપરાંત ભાજપે ઓડિશાના બીજાપુર વિધાનસભાની સીટ માટે સનત ગડતિયાનું નામ જાહેર કર્યું છે.