નવી દિલ્હીઃછેલ્લા એક વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સંપત્તિમાં લગભગ 22 ટકાનો વધારો થયો છે જ્યારે આ દરમિયાન દેશની સૌથી જૂની પાર્ટી કોગ્રેસની સંપત્તિમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો છે. દેશની સાત રાષ્ટ્રીય પાર્ટીઓ (ભાજપ, કોગ્રેસ, એનસીપી, બીએસપી, સીપીઆઇ, સીપીએમ અને તૃણમુલ)એ પોતાની સંપત્તિ, દેણદારો અને રોકડ રકમની લેણદેણ ચૂંટણી પંચને સોંપી છે.


નેતાઓ પર નજર રાખનારા એનજીઓ ડેમોક્રેટિક રિફોર્મે વર્ષ 2016-17 અને 2017-18ના આંકડાઓનુ વિશ્લેષણ કર્યું છે. એડીઆર તરફથી જાહેર એક નિવેદનમાં કહ્યું કે, અનેક રાષ્ટ્રીય પાર્ટીઓએ ચૂંટણી પંચને આપેલી બેલેન્સશીટમાં અનેક ગાઇડલાઇનને અવગણવામાં આવી છે.

વર્ષ 2016-17માં સાત રાષ્ટ્રીય પાર્ટીઓની સંપત્તિમાં લગભગ 465.83 કરોડ઼ હતી જે વર્ષ 2017-18 વધીને 493.81 કરોડ રૂપિયા થઇ ગઇ છે. વર્ષ 2016-17માં ભાજપની સંપત્તિ 1213.13 કરોડની હતી જે 2017-18માં વધીને 1483.35 કરોડ રૂપિયા થઇ ગઇ છે. પાર્ટી સંપત્તિમાં લગભગ 22.27 ટકાનો વધારો થયો છે.