નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ભાજપે આ કાયદા અંગે લોકોને સમજાવવાનો ફેંસલો લીધો છે. ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, દેશમાં વિપક્ષ આ એક્ટ પર ભ્રમ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.  લોકોમાં આ કાયદાને લઈ ફેલાવવામાં આવી રહેલા ભ્રમને દૂર કરવા દરેક જિલ્લામાં રેલી કરવામાં આવશે. આ ઉપરાંત 250 સ્થાનો પર મીડિયા સાથે વાતચીત કરવામાં આવશે.


યાદવે કહ્યું કે, અમે આગામી 10 દિવસમાં કેમ્પેન કરીને 3 કરોડથી વધારે પરિવારો સાથે સંપર્ક કરવાનો ફેંસલો લીધો છે.  વિપક્ષ દ્વારા ભ્રમ અને જૂઠની રાજનીતિ કરવાં આવી રહી છે તેનો અમે જવાબ આપીશું.


પૂર્વ પીએમ મનમોહન સિંહના એક નિવેદનની યાદ અપાવતાં ભૂપેન્દ્ર યાદવે કહ્યું, હું કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 2003માં બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાની અપીલ કરી હતી? શું કોંગ્રેસ દેશમાં આગચંપી અને હિંસાને સમર્થન કરે છે ? શું વિપક્ષ આ વિષયમાં ભારતની બહાર દૂતાવાસ પર પ્રદર્શન કરે છે, શું તેઓ આ નીતિને યોગ્ય માને છે ?

ગુજરાતમાં કૃષિ નુકસાન સહાય માટે SDRFમાંથી કયા જિલ્લાને કેટલી રકમ ફાળવવામાં આવી ? જુઓ લિસ્ટ

મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, વિપક્ષે કર્યુ વોકઆઉટ, જાણો વિગત

IND v WI: વન ડેમાં એક વિકેટ લેવાની સાથે જ કુલદીપ યાદવ રચશે ઈતિહાસ, તોડશે આ મોટો રેકોર્ડ