Farooq Abdullah On Kashmiri Pandits: નેશનલ કોગ્રેસ ચીફ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાએ કાશ્મીર અને કાશ્મીરી પંડિતોને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરના લોકોને ફક્ત મત બેન્કના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે કાશ્મીરીઓને અનેક વચનો આપવામાં આવ્યા પરંતુ એક પણ વચન પુરુ કરવામાં આવ્યું નથી. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે મત માટે કાશ્મીરી પંડિતો અને કાશ્મીરી મુસ્લિમો વચ્ચે સમસ્યાઓ પેદા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે મતભેદના કારણે આપણા દુશ્મનોને ફાયદો થશે.


આ દરમિયાન તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધ્યું હતું. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે જો નેતા ધર્મ અને રાજનીતિને એક બીજાથી દૂર નહી રાખે તો દેશ નહી બચે. કેન્દ્રની વર્તમાન મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તે મહિલા અધિકાર બિલ પાસ કેમ નથી કરતા? મહિલાઓના મુદ્દા પર બોલતા અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપ પાસે સંસદમાં 300 સભ્ય છે પરંતુ તેઓ નથી ઇચ્છતા કે મહિલાઓ આગળ આવે અને પુરુષોની સમાન દરજ્જો હાંસલ કરે.


નોંધનીય છે કે નેશનલ કોન્ફરન્સના લઘુમતી સેલે શનિવારે ત્રણ પ્રસ્તાવ પાસ કર્યા જેમાં ઘાટીમાં પ્રવાસી કાશ્મીરી પંડિતોની વાપસી તથા પુનઃવર્સન અને તેમના રાજકીય સશક્તિકરણ  સહિત અનેક આહવાન કરવામાં આવ્યા છે. આ પ્રસ્તાવ અહી પાર્ટીના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાની અધ્યક્ષતામાં એક દિવસ સંમેલનમાં રજૂ કરાયા હતા. જેમાં સમુદાયના મંદિરો અને ધાર્મિક સ્થળોના મેનેજમેન્ટ માટે એક બિલ પાસ કરવાની માંગ કરાઇ હતી.


ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?


ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ


બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા


અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત