મધ્યપ્રદેશ વિધાનસભાની સ્થિતિ.....
મધ્યપ્રદેશમાં વિધાનસભા બેઠકોની કુલ સંખ્યા 230 છે, આમાં બે બેઠકો ખાલી પડેલી છે. હમણાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, જો આ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થઇ જાય છે તો આની સંખ્યા ઘટીને 206 થઇ જશે.
206 સંખ્યા હોય તો બહુમતી માટે 104 ધારાસભ્યોની જરૂર પડશે. કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની પાસે હાલ 93 ધારાસભ્યો છે અને બીજેપી પાસે 107 ધારાસભ્યો છે, અને રાજ્યમાં અન્ય પક્ષોના સાત ધારાસભ્યો છે. જો અવિશ્વાસની દરખાસ્ત આવે તો કમલનાથ સરકાર સંકટમાં મુકાઇ શકે છે, અને બીજીબાજુ બીજેપી સરકાર બહુમતી સાબિત કરીને સરકાર પણ બનાવી શકે છે.
સુત્રોનુ માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે 12મી માર્ચે બીજેપીમાં સામેલ થઇ શકે છે. સુત્રોનુ એ પણ કહેવુ છે કે બીજેપીમાં સામેલ થતા પહેલા સિંધિયા પોતાના સમર્થકોને સંબોધિત પણ કરી શકે છે.