નવી દિલ્હી:  સંસદના બંને ગૃહોની કાર્યવાહી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન યુપીએના ખાડાઓ ભરતા રહ્યા, બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો નાખ્યો. ત્રીજી ટર્મમાં વિકસિત ભારતનું ઉદ્દેશ્ય છે.


પીએમ મોદીએ કહ્યું કે દેશ કહી રહ્યો છે કે આ વખતે NDA  400ને પાર કરી જશે. ભાજપને ચોક્કસપણે 370 સીટો મળશે. તેમણે કહ્યું કે ત્રીજી ટર્મ દૂર નથી. ત્રીજી મુદત આગામી એક હજાર વર્ષ માટે મજબૂત પાયો નાખશે. રામ મંદિરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભગવાન રામ માત્ર પોતાના ઘરે પરત ફર્યા નથી, પરંતુ એક એવું મંદિર બનાવવામાં આવ્યું છે જે ભારતની પરંપરાઓને નવી ઉર્જા આપતું રહેશે.




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું જોઉં છું કે તમારા (વિપક્ષ)માંથી ઘણા લોકો ચૂંટણી લડવાની હિંમત ગુમાવી ચૂક્યા છે. મેં સાંભળ્યું છે કે ઘણા લોકો તેમની સીટો બદલવાની યોજના બનાવી રહ્યા છે. ઘણા લોકો હવે લોકસભાને બદલે રાજ્યસભામાં જવા માંગે છે. 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "તેઓ (વિપક્ષ) વિપક્ષ તરીકેની તેમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે." મેં હંમેશા કહ્યું છે કે દેશને સારા વિપક્ષની જરૂર છે. 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કૉંગ્રેસને એક સારો વિપક્ષ બનવાનો મોકો મળ્યો. 10 વર્ષ ઓછા સમય નથી, આ 10 વર્ષમાં એ દાયિત્વને નિભાવવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યાં છે. વિપક્ષમાં અન્ય ઘણાં સારા લોકો છે પણ તેમને કોઈ દિવસ આગળ ન આવવા દીધા. દરવખતે વિપક્ષમાં જે અન્ય તેજસ્વી લોકો છે તેમને તેમણે દબાવી દીધા. 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આપણે કેવા પરિવારવાદની ચર્ચા કરીએ છીએ. જો કોઈ પરિવારમાં એકથી વધારે સભ્યો પોતાની લાયકાતે, જનસમર્થનથી જો રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તો અમે તેને કોઈ દિવસ પરિવારવાદ નથી કહ્યું. અમે પરિવારવાદ તેને કહીએ છીએ જે પાર્ટી પરિવાર ચલાવે છે, જે પાર્ટી પરિવારનાં લોકોને પ્રાથમિકતા આપે છે, જે પાર્ટીનાં તમામ નિર્ણયો પરિવારનાં લોકો કરે છે.