નવી દિલ્હીઃ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટની ફાળવણી બાદ પાર્ટીની અંદર જ અનેક નેતાઓએ બળવો કર્યો છે. ટિકિટ ફાળવણીના કારણે નારાજ કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કેન્ટના પૂર્વ ધારાસભ્ય કરણસિંહ તંવરના સમર્થક જેપી નડ્ડાના ઘર પર હાજર છે. કેન્ટથી અત્યાર સુધી ઉમેદવાર સુધીના નામની જાહેરાત થઇ નથી. પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે તંવરના સ્થાને કોઇ અન્યને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
નોંધનીય છે કે શુક્રવારે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ 57 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ભાજપે આ વખતે 26 નેતાઓની ટિકિટ કાપી છે. જેમાં ભાજપ દિલ્હીના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને રિઠાલા બેઠક પરથી ત્રણ વખતના ધારાસભ્ય રહેલા કુલવંત રાણાના નામ સામેલ છે.
કુલવંત રાણા 2003માં દિલ્હીથી ચૂંટણી જીતનારા સૌથી યુવાન ઉમેદવાર રહી ચૂક્યા છે. તે 2008 અને 2013માં પણ રિઠાલાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. ભાજપે હજુ સુધી નવી દિલ્હી, મહરૌલી, સંગમ વિહાર સહિત 13 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા નથી.ભાજપે 2015માં ચૂંટણી લડીને હારનારા અનેક નેતાઓને ટિકિટ આપી નથી. રિઠાલા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહેલા કુલવંત રાણાના સ્થાને મનીષ ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
દિલ્હીઃ ટિકિટ ફાળવણીને લઇને ભાજપના કાર્યકર્તા નારાજ, નડ્ડાના ઘર બહાર વિરોધ પ્રદર્શન
abpasmita.in
Updated at:
18 Jan 2020 02:00 PM (IST)
નોંધનીય છે કે શુક્રવારે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ 57 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -