નવી દિલ્લીઃ 16મી લોકસભાની ચુંટણીમાં બીજેપીએ સૂત્ર આપ્યું હતું "અબકી બાર મોદી સરકાર" જેના આધારે બીજેપીની એનડીએ સરકારને પૂર્ણ બહુમતી મળી હતી. આ સૂત્રમાં થોડા ઘણા ફેરફાર સાથે બીજેપી ઉત્તર પ્રદેશની 2017ની વિધાનસભાની ચુંટણીમાં "ના અપરાધ ના ભ્રષ્ટાચાર, અબકી બાર બીજેપી સરકાર" સૂત્રનો ઉપયોગ કરશે.
બીજેપી યુપીની વિધાસભાની ચુંટણીમાં સીએમ પદના ઉમેદવાર સાથે પણ ઉતરવાની તૈયારી કરી રહી છે. બીજેપીના પ્રભારી ઓમ માથુરના જણાવ્યા અનુસાર 12 અને 13 જૂને ઇલાહાબાદમાં યોજાનાર બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ અંગે નિર્યણ થઇ શકે છે. ઇલાહાબાદમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પીએમ મોદીની સભા પણ યોજવામાં આવશે
એબીપી ગ્રુપના અખબાર ટેલીગ્રાફના સમાચાર મુજબ યુપીમાં બીજેપી સ્મૃતિ ઇરાનીની જગ્યાએ કલ્યાણ સિંહને બીજેપી સીએમ પદના ઉમેદવાર બનાવશે કલ્યાણ સિંહ હાલમાં રાજસ્થાનના ગવર્નર છે. જે પોતાના પદેથી રાજીનામુ આપીને યુપીની ચુટણીની કમાન સંભાળી શકે છે.