કોરોનાકાળમાં બ્લેક ફંગસે ભારતમાં હાહાકાર મચાવાવનું શરૂ કર્યું છે. આ બીમારીની પણ અનેક લોકો ઝપેટમાં આવ્યા છે અને અનેકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રોગની ગંભીરતા એ વાતથી સમજી શકાય કે અનેક રાજ્યોમાં તેને એક મહામારી જાહેર કરવામાં આવી છે. એવામાં બ્લેક ફંગસને લઈને લોકો વિગતે જાણવા માગે છે. હવે એક જરૂરી જાણકારી સામે આવી છે. કહેવાય છે કે, માત્ર વધારે સ્ટેરોઈડ લેવાથી જ બ્લેક ફંગસ નથી થતું.


પહેલા એવું કહેવાતું હતું કે જે કોરોના દર્દીને વધારે સ્ટેરોઈડ આપવામાં આવી હતી તેમને બ્લેક ફંગસનું જોખમ વધારે હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે, માત્ર સ્ટેરોઈડ જ બ્લેક ફંગસ માટે જવાબદાર નથી. પરંતુ જો સાફ સફાઈ પર ધ્યાન આપવામાં ન આવ્યું હોય તો પણ બ્લેક ફંગસ ફેલાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.


એક્સપર્ટ દાવો કરી રહ્યા છે કે, દેશમાં જે રીતે ઓક્સિજન દર્દી સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, તે પણ બ્લેક ફંગસનું જોખમ ઉભું કરી શકે છે. દલીલ એવી છે કે જ્યારે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા અને ઓક્સિજનની માગ ઘણી વધી ગઈ હતી ત્યારે ઓક્સિજન સિલિન્ડરની સફાઈ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઘણી વખત તેને ડિસ ઇન્ફેક્ટ પણ કરવામાં આવ્યું ન હતું. એ જ કારણે બ્લેક ફંગસનું જોખમ ઉભું થયું છે.


જાણકારી આપવામાં આવી છે કે, બ્લેક ફંગસ બધી જ ગ્યાએ છે. શું માટી, શું વૃક્ષ અને શું સડેલી બ્રેડ, એર કડન્શીનના ડ્રિપ પેનમાં પણ બ્લેક ફંગસ છે અને કોઈપણ જગ્યાએથી ફેલાઈ શકે છે. એવામાં એક્સપર્ટ ભાર મુકી રહ્યા છે કે સાફ-સફાઈ અને ક્વોલિટી પર ઘણું ધ્યાન આપવાની જરૂરત છે. ઉપરાંત એન્ટી ફંગલ ડ્રગ પણ જરૂરતથી વધારે લેવાથી જોખમી સાબિત થઈ શકે છે અને વધારે માત્રામાં સ્ટેરોઈડ લેવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે.