નવી દિલ્હીઃ કોરોના બાદ હવે સમગ્ર દેશમાં બ્લેગ ફંગસ એટલે કે મ્યૂકોરમાઇકોસિસ મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ ફંગસસના દેશમાં કુલ 7250 કેસ સામે આવ્યા છે અને 219 લોકોના મોત થયા છે. આ રોગના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં 90 લોકોના આ રોગને કારણે મોત થયા છે.

ગુજરાતમાં પણ 1200 જેટલા કેસ છે અને 61 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે બ્લેક ફંગસ સામે લડવા માટે મહત્વપૂર્ણ ગણાતી દવા અને ઇંજેક્શનની પણ અછત જોવા મળી રહી છે.

અને મળે છે તો તેની કિમતો પણ મોટી વસુલવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓમાં જ આ બ્લેક ફંગસનું પ્રમાણ હાલ વધુ જોવા મળી રહ્યું છે તેથી તેમને બેવડી સારવારની જરૂર પડી રહી છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ મોત ગુજરાતમાં થયા છે.

એક તરફ મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે મહત્વના ઈંજેકશનની હજુ પણ જોવા મળી રહી છે અછત. બે દિવસ પહેલા જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો માટે સરકાર તરફથી 1200 ઇંજેક્શન ફાળવવામાં આવ્યા. જે પાંચ દિવસ ચાલે તેમે છે. કારણ કે હવે એલજી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસિસની સારવાર શરૂ કરવામાં આવી છે. અહીં પણ 45થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમને રોજ આશરે 250 ઇંજેક્શન આપવામાં આવી રહ્યા છે.

સરકારી હોસ્પિટલના તબીબોનું માનીએ તો હાલની જરુરિયાત સામે માત્ર 10 ટકા જ ઇંજેક્શન ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસિસના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમના પણ ઇંજેક્શનના ફાંફાં મારવા પડે છે. જો પાંચ દિવસ બાદ પુરતો જથ્થો કોર્પોરેશનને નહીં મળે તો અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલમાં સારવાર લેતા બ્લેક ફંગસના દર્દીઓ માટે મુશ્કેલી સર્જાશે.

ગુજરાતમાં 61 લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો છે, ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશ છે જ્યાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે. હરિયાણામાં આ બિમારીને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને બધા જ મૃત્યુ લખનઉમાં થયા છે. અન્ય રાજ્યોના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

ઝારખંડમાં 4, એકનું મોત છત્તિસગઢ, 31ના મોત મધ્ય પ્રદેશમાં, બિહારમાં બેના મોત થયા છે. આસામ, ઓડિશા અને ગોવામાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કેટલાક રાજ્યોનો દાવો છે કે આ બિમારીની કેટલા લોકો પર અસર છે તેના ચોક્કસ આંકડા તેઓએ એકઠા નથી કર્યા.

રાજ્યો કેસ મૃત્યુ
મહારાષ્ટ્ર 1500 90
ગુજરાત 1200 61
મધ્યપ્રદેશ 575 31
હરિયાણા 268 8
દિલ્હી 203 1
ઉત્તર પ્રદેશ 169 8
બિહાર 103 2
છત્તીસગઢ 101 1
કર્ણાટક 97 0
તેલંગાણા 90 10