1 નવેમ્બરથી બેનામી વ્યવહાર કરશો તો થશે સાત વર્ષની જેલ
abpasmita.in | 28 Oct 2016 08:44 PM (IST)
નવી દિલ્લી: એક નવેંબરથી જો તમે બેનામી લેન દેન કરશો તો તમને સાત વર્ષની સજા અને દંડ ફટકારાશે. કાળા નાણા પર લગામ લગાવવા માટે બેનામી સંપતિની લેન દેન પર રોક લગાવવા નવો કાયદો બનાવાયો છે. જે પહેલી નવેંબરથી લાગુ કરવામાં આવશે. સરકારે આ બાબતે ગાઇડ લાઇન પણ તૈયાર કરી લીધી છે. એક નવેંબર બાદ ઘર અને જમીન પોતાના અથવા પરિવારના કોઇ વ્યક્તિના નામ સિવાય અન્ય કોઇના નામે ખરીદશો તો સરકાર તમારી સંપતિ જપ્ત કરશે. સાથે જ તમને સાત વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવશે.