મલ્લપૂરમ: કેરલની રાજધાની તિરૂઅનંતપુરમથી 360 કિલોમીટર દૂર મલપ્પૂરમમાં કલેક્ટર ઓફિસમાં ઉભેલી એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ મંગળવારે 12 વાગ્યા અને 55 મિનીટ પર  થયો હતો. આ ધટના જોઈ રહ્યા લોકોનું કહેવું છે કે આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ગાડી જમીનથી ધણા ફુટ ઉંચે સુધી ઉપર ગઈ હતી.

પહેલા પોલીસને લાગ્યું કે આ ગાડી અંદર લાગેલા એલપીજી સિલેંડરનો બ્લાસ્ટ છે. વિસ્ફોટ દરમિયાન કારની પાસે કોઆ લોકો ન હતા, જેના કારણે કોઈ ધાયલ નથી થયું.પોલીસે ડૉગ સ્કોડની સાથે બોમ્બ સ્કૉવોડને પણ બોલાવી લીધી હતી. તપાસ કર્યા બાદ ચોંકાવનારા ખૂલાસા સામે આવ્યા છે.

જિલ્લા પ્રમુખ પોલીસ દેબશીહ કુમાર બહરાના મુજબ આ વિસ્ફોટ પ્રેશર કુકરમાં રાખવામાં આવ્યો હતો.પોલીસે તેને કબ્જામાં લઈને તપાસ શરૂ કરી છે. જેમાં ફન પાઉડર પણ મળી આવ્યો છે.

બેટરી વાયર, પેપર બોક્સ તેમજ એક પેન ડ્રાઈવ પોલીસને હાથ લાગી છે. શરૂઆતના સમયમાં તપાસમાં આ વિસ્ફોટ પાછળ બેસ મૂવમેંટ સંગઠનનો હાથ હોવાની વાત સામે આવી રહી છે, જે અલ કાયદાથી પ્રભાવિત છે.

કેરલ પોલીસે તપાસ માટે એક સ્પેશિયલ ટીમ બનાવી છે.જેમા ચાર ડેપ્યૂટી એસપી બે નાર્કોટિક્સના અધિકારી અને બે ડૉક્ટર સામેલ છે. આ પ્રકારનો વિસ્ફોટ કોલ્લમમાં આ વર્ષના જૂન માસમાં થયો હતો.