મુંબઈ: મુંબઈમાં ઘર જોવા માટે ગયેલી એક મહિલાની સાથે ગેંગરેપ થયાના અહેવાલ મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગેંગરેપની ઘટના સોમવારની રાત્રીની છે. મહિલા પોતાના પતિની સાથે ઘર શોધવા માટે ગઈ હતી. જ્યાં તેની સાથે ગેંગરેપ થયો હતો. આ મામલામાં આઠ આરોપીઓની સંડોવણી છે. તેમાંથી સાતને પોલીસે ધરપકડ કરી લીધી છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે શામનગર ઝુગ્ગીમાં મકાન જોયા પછી મહિલા પોતાના પતિની સાથે એક મહિલાના ઘરમાં રોકાઈ હતી. આ મહિલા તેમને ઘર શોધવા માટે મદદ કરી રહી હતી. પરંતુ રાત્રીના સમયે ત્રણ આરોપીઓ મહિલાના પતિને બહાર લઈ ગયા હતા. અને ચાર આરોપીઓ ઘરમાં જ રોકાયા હતા. અને ત્યારબાદ વારાફરથી દરેક જણાંએ રેપ કર્યો હતો. 28 વર્ષીય મહિલાની મેડિકલ તપાસ પૂરી થયા પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આરોપીઓમાંથી એકનો ગુનાહિત રેકાર્ડ પણ બહાર આવ્યો છે.

મુંબઈ પોલીસે પીઆરઓ ડીસીપી અશોક દૂધેએ જણાવ્યું, “ઘટના બન્યા પછી મહિલા અને તેના પતિએ અંબોલી પોલીસ સ્ટેશન પહોંચીને કેસ નોંધાવ્યો હતો. પોલીસે આ મામલામાં આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાંથી એકનો રેકોર્ડ ખરાબ છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ ફરિયાદમાં કહ્યું કે આરોપીઓ થોડા દિવસથી તેમનો પીછો પણ કરી રહ્યા હતા. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.