નવી દિલ્લી: ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાન બોર્ડર પર તણાવ છે. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શનિવારે મોડી રાત્રે પંજાબના પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં બે પીળા કલરના ફુગ્ગા મળી આવ્યા છે.
આ ફુગ્ગા સાથે એક ચીઠ્ઠી પણ મળી છે. આ ચીઠ્ઠીમાં ઉર્દૂમાં પીએમ મોદીનું નામ લખીને ધમકી આપવામાં આવી છે. આ ચીઠ્ઠીમાં લખ્યું છે કે મોદી સાંભળી લે, અયૂબીની તલવાર હજી અમારી પાસે છે. મોદી સરકાર જંગ નહી લડી શકે. આ ચીઠ્ઠીમાં નીચે પાકિસ્તાની જનતાનું નામ લખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પઠાનકોટ એ વિસ્તાર છે જ્યાં પાકિસ્તાન તરફથી બે મોટા આતંકી હુમલા કરવામાં આવ્યા હતા. હાલ આ ફુગ્ગાને જપ્ત કરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.