મુંબઇઃ કૉમેડિયન કપિલ શર્માએ બીએમસી અધિકારીયો ઉપર 5 લાખ રૂપિયા લાંચની માંગનો આરોપ લગાવ્યા બાદ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બીએમસીએ આ મામલમાં પલટવાર કરતા કહ્યું હતું કે, કપિલ શર્મા જે જગ્યાએ પોતાની ઓફિસ બનાવી રહ્યા છે તે રહેણાંક વિસ્તાર છે. અને તે જગ્યાએ વ્યવસાયિક ઉપાયોગ માટે કોઇ બાંધકામ ના થઇ શકે. બીએમસી તરફથી જણાવામાં આવ્યું છે કે, આ મામલે જુલાઇમાં કપિલ શર્માને નોટિસ પણ મોકલવામાં આવી હતી. અને બાંધવામાં આવેલા ગેરકાયદેસર કામને તોડી પણ પાડવામાં આવ્યું હતું.
કપિલ શર્માના આરોપો પર બીએમસીના વિજિલેંસ ઓફિસર મનોહર પવારે ખુલાસો કર્યો હતો અને કપિલ શર્માને તે અધિકારીનું નામ જણાવા માટે કહેવામાં આવ્યું હતુ, જેણે પૈસાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કપિલ શર્મા તે અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવે અને અમે તેની તપાસ કરાવીશું તથા દોષીત અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે.
આ મામલે બીજેપીના ધારાસભ્ય રામ કદમે કૉમેડિયન કપિલ શર્મા પર લાંચ માગવામાં આવ્યા બાદ તેના વિરુદ્ધ ફરિયાદ કરવાના બદલે સોશિયલ મીડિયામાં લઇ જવા પર ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. બીજેપીના સ્થાનિય નેતા રામ કતમે કહ્યું હતું કે, કપિલ શર્માને ભલે ગમે તેટલો ટેક્સ આપે, બીએમસીમાં ભ્રષ્ટાચાર ના થવો જોઇએ. કદમે જણાવ્યું હતું કે, કપિલ શર્માએ ટ્વીટરનો સહારો લીધો પણ તેની પાસે લાંચ માંગનાર સામે ફરિયાદ દાખલ કરાવી હતી.