નવી દિલ્લીઃ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રહુલ ગાંધી અયોધ્યા 'કિસાન યાત્રા'ના અગળના પડાવ અયોધ્યા આવી પહોંચ્યા હતા. તેમની આ યાત્રાનો ચોથો દિવસ છે. ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધી એવા પહેલા વ્યક્તિ છે જે 1992 માં બાબરી મસ્જિદને પાડવામાં આવ્યા બાદ અયોધ્યા ગયા હોય.


અયોધ્યા પહોંચીને રાહુલ ગાંધી હનુમાન ગઢી મંદિર પણ ગયા હતા. 1990માં પોતાની 'સદ્દભાવના યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પણ મંદિરના દર્શન કરવા ગયા હતા. પરંતુ મોડુ થઇ જવાને લીધે તે દર્શન નહોતા કરી શક્યા. અંહી ફૈઝાબાદ શહેરમાં રાહુલ ગાંધીનો રોડ શો પણ કરવામા આવનાર છે. તે આ કામ આંબેડકર નગરથી નિકળતા પહેલા જ કરશે. આ સાથે તે કિચૌચા શરીફ દરગાહ પણ જાશે. રાહુલ ગાંધીના ટાઇમ ટેબલ મુજબ તે શનિવાર આજમગઢ પહોંચશે. આજમગઢ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવનો સંસદીય ક્ષેત્ર છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ 'કિસાન યાત્રા'ના ત્રણ દિવસ થઇ ચુક્યા છે. પ્રદેશ કૉંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સિવાય કૉંગ્રેસના મહાસચિવ ગલામ નબી આઝાદ પણ હાજર હતા.