પોલીસે શનિવારે આ મુદ્દે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુપ્ત સૂચનાના આધાર પર સામાજિક સેવા શાખાએ જેડ લક્ઝરી રેસિડેન્સી હોટલ પર શુક્રવારે રેડ કરી હતી અને પ્રોડક્શન મેનેજર રાજેશ કુમાર લાલની ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આ રેડમાં ઉઝબેકિસ્તાનની બે યુવતીઓને ત્યાંથી બચાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલા 23 ડિસેમ્બરે એસએસ શાખાએ હાજ હોટલમાંથી સેક્સ રેકેટમાં સામેલ ત્રણ મહિલાઓને બચાવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, અપરાધ શાખાને આ મુદ્દે જાણકારી મળી હતી કે, ઝરિના નામની ઉજબેકિસ્તાન મહિલા લાલની મદદથી વિદેશથી જ વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવી રહી હતી.
તેમણે જણાવ્યું કે, તે વિદેશી મહિલાઓને હોટલોમાં મોકલાતી હતી અને પ્રતિ ગ્રાહક દીઠ 80 હજાર રૂપિયા વસૂલવામાં આવતી હતી. લાલની આ મામલે સંબંધિત કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.