બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ટ્વિટ કરતા લખ્યું, CRPFના જવાનો પર થયેલો આતંકી હુમલો માનવામાં ન આવે તેવો છે. ભગવાન શહીદોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુખ સામે લડવાની શક્તિ આપે. આપણે તેને ભૂલી નહી શકીએ.
અજય દેવગને ટ્વિટ કરતા લખ્યું, આ હુમલો ભયાનક છે. ગુસ્સાને શબ્દોમાં લખી ન શકાય.
અભિષેક બચ્ચને ટ્વીટ કરતા લખ્યું, પુલવામાથી ભયાનક ખબર આવી છે. આજે જ્યારે લોકો પ્રેમનો તહેવાર ઉજવી રહ્યા છે, ત્યારે નફરત કરનારાઓએ કાયરતાનું કામ કર્યું છે. શહીદોને પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે.
ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકરે ટ્વીટ કર્યું, જવાનો પર થયેલા હુમલાથી દુખી છું. શહીદોના પરિવાર અને બહાદુર જવાનો સાથે મારી સહાનુભૂતિ. હું ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરૂ છું.