નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દિકરી અને દિલ્હીના ગ્રેટર કૈલાશ વિધાનસભા વિસ્તારમાંથી કૉંગ્રેસની ઉમેદવાર રહેલી શર્મિષ્ઠા મુખર્જીએ દિલ્હી કૉંગ્રેસ મીડિયા પ્રમુખ પદેથી રાજીનામું આપી દિધું છે. દિલ્હી કૉંગ્રેસની ઘણી કમિટીઓ બનાવવામાં આવી છે પરંતુ શર્મિષ્ઠા મુખર્જીને એક પણ કમિટીમાં સ્થાન નથી આપવામાં આવ્યું. જેનાથી સંકેત લગાવવામાં આવી રહ્યા હતા કે કૉંગ્રેસે તેને સાઈડ લાઈન કરી દિધા છે. ત્યારબાદ હવે અટકળો ચાલી રહી છે શું પૂર્વ રાષ્ટ્રપતિની દિકરી ભાજપમાં સામેલ થશે?


જણાવવામાં આવી રહ્યું છે કે આ શર્મિષ્ઠા મુખર્જીએ જાતે લીધેલો નિર્મણ છે પરંતુ તેનાથી તેમના ભાજપમાં જોડાવવાની અટકળોને બળ મળી ગયું છે જે જૂનમાં આવી હતી. એ સમયે રિપોર્ટ્સ આવ્યા હતા કે ભાજપ માલદાથી તેમને ચૂંટણી લડાવી શકે છે. ત્યારે શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું હતું કે તે કૉંગ્રેસ છોડતા પહેલા રાજકારણ છોડી દેશે.

હાલમાં જ મોદી સરકાર તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં પણ પહોંચ્યા હતા. જેના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે પ્રણવ મુખર્જીના ભાજપની નજીકના સંબંધોના કારણે શર્મિષ્ઠા મુખર્જીને કૉંગ્રેસે સાઈડ લાઈન કરી દિધા છે.

શર્મિષ્ઠા મુખર્જી રાજનેતા સાથે કથક ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે. જુલાઈ 2014માં તેઓ કૉંગ્રેસમાં સામેલ થયા હતા. 2015માં તેણે કૉંગ્રેસની ટિકિટ પરથી દિલ્હીના ગ્રેટર કૈલાશ વિધાનસભાથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ સામે તેમની હાર થઈ હતી.