Bomb threat: દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. એરપોર્ટ પર વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. જીએમઆર કોલ સેન્ટર પર આજે ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો.






ફ્લાઈટ પહોંચતાની સાથે જ તેમાં કોઈ બોમ્બ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે.


એરપોર્ટ પર આઈસોલેશન બેમાં વિમાનની તપાસ ચાલી રહી છે. તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. જીએમઆર કોલ સેન્ટરને શુક્રવારે સવારે 8.53 વાગ્યે ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં કંઈ મળ્યું નથી. વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. ફ્લાઇટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.






પોલીસના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. સર્ચ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું અને બોમ્બ કોલને હોક્સ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ નકલી કોલ કરીને બોમ્બ હોવાની ધમકી આપવાના મામલામાં એફઆઈઆર નોંધીને કોલ કરનારની ઓળખ કરી રહી છે. 


આ પહેલા દિલ્હીથી જર્મનીના ફ્રેન્કફર્ટ જતી ફ્લાઇટમાં ગરમ પ્રવાહી પડતાં એક છોકરી દાઝી ગઈ હતી. જે બાદ વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ ઘટના 11 ઓગસ્ટના રોજ ફ્લાઈટ UK 25માં બની હતી. વિસ્તારાએ જણાવ્યું હતું કે, દિલ્હી-ફ્રેન્કફર્ટ ફ્લાઇટમાં 10 વર્ષની બાળકી તેના પર ગરમ પ્રવાહી પડતા દાઝી ગઇ હતી. કંપનીએ નિર્ણય કર્યો છે કે છોકરીની સારવારનો સંપૂર્ણ ખર્ચ વિસ્તારા ઉઠાવશે.