મનમોહન સિંહે સવાલ ઉઠાવતા કહ્યું કે, શહેરી વિસ્તારોમાં દર ત્રીજી વ્યક્તિ બેકાર છે, મહારાષ્ટ્રનો મેન્યૂફેક્ચરિંગ ગ્રૉથ છેલ્લા ચાર વર્ષથી નીચે આવી ગયો છે. પુણેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે. રોકાણકારો અન્ય રાજ્યોમાં જઇ રહ્યાં છે.
મનમોહન સિંહે કહ્યું મહારાષ્ટ્રમાં ગંભીર આર્થિક મંદી દેખાઇ રહી છે, તેની અસર લોકો ઉપર પડી રહી છે. સતત ચાર વર્ષથી રાજ્યમાં વિનિર્માણ વિકાસ દર ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ફેક્ટરીઓ બંધ થઇ.
મનમોહન સિંહે વધુમાં કહ્યું આજે સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, આવક બમણી કરવાનો વાયદો હતો, પણ આત્મહત્યાના કેસો બમણાં થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ-એનસીપી પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે.