Breaking News Live: સોમનાથમાં કેજરીવાલે શું કરી મોટી જાહેરાત ?

Breaking News Updates: આજના દિવસના તમામ મોટા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Aug 2022 04:35 PM
કેજરીવાલે શું કરી જાહેરાત

અરવિંદ કેજરીવાલે ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે.


પાચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે 
(દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાની ટાર્ગેટ)


2- જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે 


3- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે


4- પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવવા આવશે.પેપર ના ફૂટે તે માટે દોષિત ને કડક સજા મળે તેવી જોગવાઈ મળશે 


5- સહકારી સંસ્થાઓમાં પૈસા થી મળતી નોકરી બંધ કરવામાં આવશે.જે લાયક હશે તેને જ નોકરી આપીશું

5G સ્પેકટ્રમ હરાજી

5G સ્પેક્ટ્રમ હરાજીનો સાતમો દિવસ છે. અત્યાર સુધીમાં કુલ 40 રાઉન્ડ કરવામાં આવ્યા છે. ટેલિકોમ કંપનીઓ રૂ. 1.50 લાખ કરોડથી વધુની બોલી લગાવી છે.





સંજય રાઉત પર ગર્વ

સંજય રાઉતની ઈડીએ ધરપકડ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ તેમના પરિવાર સાથે મુલાકાત કરી. જે બાદ તેમણે કહ્યું શિવસૈનિક ક્યારેક ઝૂકશે નહીં.





કેરળમાં મંકીપોકસને લઈ સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહી આ વાત

સંજય રાઉતના નિવાસ સ્થાને પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે

સંજય રાઉતને મેડિકલ ચેક અપ માટે લવાયા

શિવસેનાના નેતા સંજય રાઉતની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પાત્રા ચાલ કેસમાં સંજય રાઉત સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. સંજય રાઉતને જેજે હોસ્પિટલમાં ચેક અપ માટે લઈ જવાયા હતા.





GST આવકમાં વધારો

નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જુલાઇ 2022ના મહિનામાં એકત્ર થયેલી GSTની કુલ આવક રૂ. 1,48,995 કરોડ છે, જે અત્યાર સુધીની બીજી સૌથી વધુ અને ગયા વર્ષના સમાન મહિનાની આવક કરતાં 28% વધુ છે.





અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં થયો ફેરફાર 

અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં  ફેરફાર થયો છે. તેઓ સોમનાથ મંદિરે દર્શન માટે નહિ જાય. શ્રાવણ માસના પહેલા સોમવારે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર છે, કેજરીવાલ જાય તો મુખ્યમંત્રીનો પ્રોટોકોલ લાગે  અને તેના કારણે ભક્તોને મુશ્કેલી થાય. આજે ભક્તોને મુશ્કેલી ન થાય માટે કેજરીવાલે  કાર્યક્રમ બદલ્યો છે. હવે સીધાં જ જનસભામાં સ્થળે  કેજરીવાલ પહોંચશે.

લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત

વિપક્ષાના હોબાળાના કારણે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં પણ હંગામો થયો છે.





સલમાન ખાનને મળ્યું હથિયાર લાયસંસ

કોરોનાના કેસ ઘટ્યા

ભારતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,464 નવા કેસ નોંધાયા છે અને 39 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,43,989 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,396 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,33,65,890 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 204,34,03,676 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 8,34,167 ડોઝ ગઈકાલે અપાયા હતા.

LPGના ભાવમાં થયો ઘટાડો

આજે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (19 કિગ્રા)ના ભાવમાં ઘટાડો થતાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને રાહત મળી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 36 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.





રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ગુજરાત લઠ્ઠાકાંડને લઈ કરી આ માંગ

મોદીએ ગોલ્ડ મેડલ વિજેતા Achinta Sheuli ને પાઠવ્યા અભિનંદન

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Updates, 1st August, 2022: આજે કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ છે. ઈડી સંજય રાઉત પર શું કાર્યવાહી કરે છે, સંસદના ચોમાસું સત્રમાં શું થાય છે તેના પર નજર રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.