Breaking News Live: મનીષ સિસોદિયા બપોરે 2 વાગ્યે કોર્ટમાં હાજર થશે, વડાપ્રધાન મોદી હૈદરાબાદ હાઉસમાં ઓસ્ટ્રેલિયાના પીએમને મળ્યા
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાર જેલમાં બંધ છે. સિસોદિયાએ જેલમાંથી દેશને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પત્ર ટ્વિટર પર શેર કર્યો છે.
તમિલનાડુઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કૃષ્ણગિરીમાં ભાજપના નવા જિલ્લા કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું, "તમિલનાડુની ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આજે 10 નવા કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે."
દિલ્હી: AAP નેતા મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટ હવેથી થોડા સમયમાં સુનાવણી હાથ ધરશે. EDએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે.
Panchmahal: જંત્રી વધારાનાં અમલીના સમય માં વધારો કરવામાં આવ્યા બાદથી ગોધરા જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં મિલ્કત સંબધી નોધણી માટે આવતાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માત્ર એક મહિનામા સ્ટેમ્પ ડ્યુટી માં રૂપિયા 4.50 કરોડ રેકોર્ડ બ્રેક આવક નોધાઇ છે.
માત્ર એક મહીનામાં 10897 મિલત સંબધી દસ્તાવેજ નોંધણી કરવામાં આવી છે. જેને લઈ સ્ટેમ્પ ડયુટીનાં રૂપિયા 4,.50. કરોડ ની આવક થઇ છે જ્યારે મિલ્કત નોંધણીમાં પણ રૂપિયા 72.99 લાખ ની ધરખમ આવક નોંધાઈ છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં સામન્ય દિવસ કરતાં ચાર ગણા લોકોના ઘસારા સાથે જંત્રીની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. દસ્તાવેજી નોધણી માટે ઓનલાઈન ટોકન 31માર્ચ સુધીનાં રજીસ્ટ્રેશન થયા છે, જેના કારણે વધુ ટોકન ફાળવવા અને બપોરના સમયનો સ્લોટ ફાળવવાની માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા જંત્રીની રકમમાં વધારો કરવામાં આવ્યો, જે બાદ બિલ્ડર લોબીના ભારે વિરોધના કારણે જંત્રી વધારાની અમલવારી મુદ્દતમાં 15 એપ્રિલ સુધીનો વધારો કરવામાં આવ્યો. જેના પગલે જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીમાં માં મિલકત સંબધિત દસ્તાવેજ નોધણી માંટે આવતાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં હિટવેવની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસમાંત્રણ ડિગ્રી તાપમાન વધશે. કચ્છ, ગીર, સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હાલમાં કચ્છમાં 37 ડિગ્રી, કંડલા 36.4, પોરબંદર 37 અને વેરાવળ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ તાપમાન જાય ત્યારે હિટવેવ જાહેર કરાય છે. હિટવેવ વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી ઉપર જઇ શકે છે
13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા અને જરૂરી ઉપાય કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ 36 ડિગ્રી અને ગાંધીનગર 35 ડિગ્રી તાપમાન છે. આગામી દિવસમાં 37 ડિગ્રી ઉપર તાપમાન પહોંચશે.
ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામે ગઈકાલે ઢોલ વગાડવા બાબતે હત્યા. ઢોલ વગાડવા બાબતે 42 વર્ષીય વ્યક્તિ પર બે કુટુંબીજનોએ કુહાડીના ઘા અને લાકડી વડે હુમલો કર્યો. જેમાં વ્યક્તિનું મોત થયું છે અને બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.
ડુંગળી પકવતા ખેડૂતોને લઈને એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલોની સકારાત્મક અસર જોવા મળી રહી છે. ડુંગળીના ખેડૂતોને ભાવમાં નુકસાન ન જાય તેને લઈને ગઈકાલે સરકારે પ્રતિ કિલો બે રૂપિયા ખેડૂતોને સહાયની સાથે સાથે ટ્રાન્સપોર્ટ સહાય જાહેર કરી. તો મોડી રાતે કૃષિ મંત્રીએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે વાત કરી ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરાઈ છે. કૃષિ વિભાગના સચિવ તેમજ કૃષિ મંત્રીના પ્રયાસોથી નાફેડ ડુંગળી ખરીદવા પર તૈયાર થઈ ચૂક્યું છે. રાજ્યમાં ભાવનગરનું મહુવા, પોરંબદર અને ગોંડલમાં નાફેડ કેન્દ્રો શરૂ કરી આવતીકાલથી જ ડુંગળી ખરીદશે. પ્રારંભિક જાણકારી પ્રમાણે નવ રૂપિયા કિલોના ભાવથી નાફેડ આ ખરીદી કરશે. એટલુ જ નહી, ખરીદાયેલી ડુંગળીનું ઓનલાઈન પેમેન્ટ પણ કરાશે. જરૂર પ્રમાણે ડુંગળી ખરીદ કેન્દ્રોમાં નાફેડે વધારો કરવાની તૈયારી બતાવી છે. કેમ કે નાફેડ સારા ભાવથી ડુંગળી ખરીદશે. સાથે જ ડુંગળી અન્ય રાજ્યોમાં પહોંચે અને તેની નિકાસ પણ થાય તેના માટે ટ્રાન્સપોર્ટ સબસિડી પણ જાહેર કરાઈ છે. ત્યારે ડુંગળીનું બજાર ખુલતા સ્વાભાવિક રીતે જ ખેડૂતોની ડુંગળીઓના ભાવની સમસ્યાનો મહંશઅંશે હલ આવશે.
Surat Corona Cases: રાજ્યમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે, એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ઘોડદોડ રોડની તથા પાલની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાલુ મહિને કોરોના નવા 5 કેસ નોંધાયા છે. કાપોદ્રાની વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃત્યુ પામનાર મહિલા પ્રેશર, ડાયાબિટીસ અને કિડનીની બીમારીથી પણ પીડાતા હતા. કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃતક વૃદ્ધ મહિલાની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
કોરોનામાં જેનું મોત થયું તે મનપાના વરાછા ઝોન-એમાં કાપોદ્રા ખાતે રહેતી 60 વર્ષની સ્ત્રીને છેલ્લા 12 દિવસથી શ્વાસ લેવામાં તક્લીફ અને પગમાં સોજાની તકલીફ હતી. આથી સારવાર માટે હોસ્પિટલ ગયા હતા જ્યાં ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યા હતા. દર્દીને ડાયાબીટીસ, પ્રેસર અને કીડનીની જૂની ગંભીર બિમારી હતી. તેઓનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમના સંપર્કમાં આવેલા ઘરના 7 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જે નેગેટીવ આવ્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 15 વ્યક્તિઓના પણ ટેસ્ટ કરાયા હતા જે નેગેટિવ આવ્યા છે.સુરત ના ઘોડદોડ રોડમાં 86 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને ત્રણ દિવસથી શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.આથી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. દર્દીને ડાયાબીટીસ,બ્લડ પ્રેસર અને પાર્કિસોનીઝમની બીમારી છે. દર્દીની તબિયત હાલમાં સ્થિર છે. તેમજ પ્રાઈવેટ હોસ્પીટલમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. દર્દીના સંપર્કમાં આવેલા 8 સભ્યોના ટેસ્ટ કરાયા હતા. જેના રિપોર્ટ પેન્ડિંગ છે. દર્દીને ટ્રાવેલિંગ તથા ગેધરિંગની હિસ્ટ્રી નથી. દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલી દેવાયા છે. દર્દીએ કોવિડ રસીના ડોઝ લીધા ન હોવાનું જાણવામાં આવ્યું. છે. તેઓના સેમ્પલ પણ જિનોમ સીકવન્સિંગ માટે મોકલી દેવાયા છે. તેમજ પાલમાં 52 વર્ષીય સ્ત્રીને છેલ્લા ૩ દિવસથી તાવ અને ખાંસીની તકલીફ હતી. આથી સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા જ્યા ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને બીજી કોઈ ગંભીર બિમારી નથી તેમજ તેઓની તબિયત હાલમાં સ્થિર છે, હાલમાં ઘરે અઈસોલેસન હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 15 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી રાજસ્થાનની હતી.
મુંબઇ:લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલનું અવસાન થયું છે. . 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.તેમની લેખનીના કારણે ગુજરાતી ફિલ્મને ઓસ્કાર નોમિનેશનના મળ્યું હતું સ્થાન ઉલ્લેખનિય છે કે, ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી, જેની વિશ્વ સ્તર પર પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતકામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1981માં તેમને મુન્સી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા અને 2002માં તેમને સાહિત્ય પુરસ્કાર મેળવ્યો હતો
તેમની લોકપ્રિય કૃતિઓની વાત કરીએ તો ‘અધૂરો કોલ’,‘વિશ્રંભકથા’અને ‘એક લહર’એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘મયંકની મા’ ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’, જેવી વાર્તાઓ સફળ છે. એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ માં સર્જનશક્તિનો ઉન્મેષ છે.
વડોદરામાં જન્મેલા ધીરુબેન પટેલની અનેક રચનાઓથી ગુજરાતી સાહિત્યને ઉર્જાવાન પ્રાણવાન બનાવ્યું છે. જરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓના રૂપમાં મૂલ્યવાન કૃતિઓ આપી છે. ધીરુબેન પટેલની વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની છે.
દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પીએમ એન્થોની સાથે આ મુલાકાત હૈદરાબાદ હાઉસમાં થઈ હતી.
દિલ્હી: નવનિયુક્ત મંત્રી આતિશીએ કહ્યું, અમે દિલ્હીના લોકોના હિતમાં કામ કરીશું. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને આખી આમ આદમી પાર્ટી શરૂઆતથી જ સત્યની લડાઈ લડી રહી છે અને તેઓ (ભાજપ) ગમે તેટલા નેતાઓને જેલમાં નાખે તો પણ લડતા રહેશે.
Earthquake In Afghanistan: અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી (National Centre for Seismology) અનુસાર, આજે સવારે 4.1 તીવ્રતાનો ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 101 કીમી દક્ષિણમાં અનુભવાયો.
જોકે, ભૂકંપથી કોઇને નુકશાન થવાની ખબર નથી. આ પહેલા ગુરુવારે સવારે (9 માર્ચે) પણ ભૂકંપના ઝટકા અનુભવયા હતા. થોડાક દિવસો પહેલા ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી, આ દરમિયાન પણ ભૂકંપમાં કોઇપણ નુકશાન ન હતુ થયું.
'મહિલાઓનું આર્થિક સશક્તિકરણ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં પાછલા વર્ષોમાં આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ત્રણ કરોડથી વધુ મકાનોમાંથી મોટાભાગના મકાનો પણ લોકોના નામે છે. સ્ત્રીઓ પીએમ આવાસ યોજનાએ ઘરના આર્થિક નિર્ણયોમાં મહિલાઓને નવો અવાજ આપ્યો છે.
Accident:મહેસાણા ઉંઝા હાઈવે પર બની ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં ઉંઝા હાઈવે પર બાઇક પર જતાં એક દંપતીને કાર ચાલકે ચક્કર મારી દીધી.
મહેસાણા ઉંઝા હાઈવે પર બની ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં ઉંઝા હાઈવે પર બાઇક પર જતાં એક દંપતીને કાર ચાલકે ચક્કર મારી દીધી.કાર ચાલકની ટક્કર થી દંપતી પતિ પત્નિ બંને થયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે કમનસીબે પત્નીને ખૂબ જ ગંભીર ઇજા પહોચી હોવાથી ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઇ ગયું તો પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી. અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.કાર ચાલક કારની ટક્કર મારી ફરાર થઇ ગયો છે. સમગ્ર મમાલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર, યુએસ કોમર્સ સેક્રેટરી રાયમોન્ડો ભારત-યુએસ વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવા સંમત છે.
મધ્યપ્રદેશ: પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની કાર સાથે બાઇક સવારની ટક્કર. દિગ્વિજય સિંહે કહ્યું, "ભગવાનની કૃપાથી તેમને વધારે ઈજા થઈ નથી. કારની બરાબર સામે બાઇક આવી ગયું. મેં તેમને હોસ્પિટલ મોકલી દીધા, હું પણ હોસ્પિટલ ગયો અને તેમને મળ્યો."
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની મુલાકાત લેશે. અહીં રાષ્ટ્રપતિ દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂ કૌભાંડના આરોપમાં જેલમાં બંધ છે. સિસોદિયાના જામીન પર આજે સુનાવણી થવાની છે.
જર્મનીના હેમ્બર્ગમાં રવિવારે (5 માર્ચ) એક ચર્ચમાં ગોળીબારની ઘટનામાં બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સાથે ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. જર્મની પોલીસે ગુરુવારે (9 માર્ચ) જણાવ્યું હતું કે ગોળીબાર લગભગ 9:15 વાગ્યે થયો હતો.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates 10th March' 23: જર્મનીના હેમ્બર્ગમાં રવિવારે (5 માર્ચ)ના રોજ ચર્ચમાં ગોળીબારની ઘટનામાં બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સાથે ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. જર્મની પોલીસે ગુરુવારે (9 માર્ચ) જણાવ્યું હતું કે ગોળીબાર લગભગ 9:15 વાગ્યે થયો હતો.
ટ્વિટર દ્વારા માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, "પ્રારંભિક સંકેતો અનુસાર, ગ્રોસબોર્સ્ટલ જિલ્લાના ડેલબોજ સ્ટ્રીટમાં એક ચર્ચમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો."
મનીષ સિસોદિયાએ દેશને પત્ર લખ્યો છે
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાર જેલમાં બંધ છે. સિસોદિયાએ જેલમાંથી દેશને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પત્ર ટ્વિટર પર શેર કર્યો છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, "ભાજપ લોકોને જેલમાં નાખવાની રાજનીતિ કરે છે, અમે બાળકોને ભણાવવાની રાજનીતિ કરી રહ્યા છીએ. જેલમાં મોકલવું સહેલું છે, બાળકોને ભણાવવું બહુ મુશ્કેલ છે. રાષ્ટ્ર ભણવાથી આગળ વધશે, જેલમાં મોકલવાથી નહીં."
મનીષ સિસોદિયાએ પોતાના પત્રનું શીર્ષક 'એજ્યુકેશન, પોલિટિક્સ એન્ડ જેલ' લખ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, "એક સમયે આખો દેશ, જો સમગ્ર રાજનીતિ અને તન, મન અને ધન શિક્ષણના કામમાં લાગેલું હોત, તો આજે આપણા દેશના દરેક બાળક પાસે વિકસિત દેશોની જેમ શ્રેષ્ઠ શાળાઓ હોત. શા માટે? સફળ રાજનીતિએ હંમેશા શિક્ષણને બાજુ પર રાખ્યું છે? આજે જ્યારે હું થોડા દિવસ જેલમાં છું ત્યારે મને આ પ્રશ્નોના જવાબો જાતે જ મળી રહ્યા છે. હું જોઈ શકું છું કે જ્યારે રાજકારણમાં સફળતા જેલ ચલાવવાથી મળે છે,ત્યારે શાળા ચલાવવાથી રાજનીતિની સફળતા મળે છે. કોઈને તેની જરૂર કેમ લાગશે?"
પેટ્રોલ અને ડીઝલના ભાવ
દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા દર જારી કરવામાં આવે છે. 10 માર્ચ, 2023 ના રોજ, WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.28 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે બેરલ દીઠ $ 75.42 પર વેચાઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -