Breaking News Live: અદાણી પર કાર્યવાહીની માંગ સાથે વિપક્ષની ED ઓફિસ સુધી કૂચ, નેતાઓને વિજય ચોકમાં રોકવામાં આવ્યા
Breaking News Live Updates 15th March' 23: દેશ-વિદેશના સમાચારો સૌથી પહેલા જાણવા માટે, બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.
Panchmahal News: પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ સાળાની હત્યા કરી છે. સાળા બનેવી વચ્ચે પારિવારિક તકરાર મોતનું કારણ બન્યું છે. શહેરા તાલુકાના નવાગામ ગામનો બનાવ છે. બહેનને મારઝૂડ કરતો હોવાને લઈ ઠપકો આપતા ઉશ્કેરાયેલા બનેવીએ ગળાનાં ભાગે તીક્ષણ હથિયાર મારી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરા પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા ખાતે અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1590 ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે જેમાં 780 મહિલાઓ અને 810 પુરુષોનો સમાવેશ થાય છે. આ પાછળ રૂ. 19,73,166નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે.
તાલીમમાં આપવામાં આવે છે સંશોધન તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીનું માર્ગદર્શન
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સદ્ધર બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સંસ્થાકીય,પ્રિસીઝનલ તથા અન્ય માર્ગદર્શન માટે તાલીમ પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં કાર્યરત ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતી માટે થતા સંશોધનો તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીના માધ્યમ દ્વારા માર્ગદર્શન મળી રહે એ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આ તાલીમમાં પુરૂ પાડવામાં આવે છે.
Weather Update:હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. માર્ચના ભરઉનાળે કેટલાક જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,માં હળવા ઝાપટાની કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં 2થી 5 ડિગ્રી તાપમાન ઘટશે, આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદમાં પડી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ 40 કિમીની પ્રતિ ઝડપે પવન ફુંકવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદનો અનુમાન છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને જોતા ખેડૂતોને પાકને સલામત જગ્યાએ રાખવા સૂચના અપાઇ છે.
માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો.. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તેજ પવન ફૂંકાયો.. તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતવરણ છવાયુ.. એટલું જ નહીં શહેરના કેટલાક વિસ્તારમાં ધુળિયા વાતાવરણથી વાહનચાલકો પરેશાન થયા.. તો આ તરફ વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં વાતાવરણમાં પલટો.. વીજળીના ચમકારા સાથે કાળા વાદળો જોવા મળ્યા..તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો.. ધાનેરા,લાખણી,દાંતીવાડા,ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કાપણી સમયે તેજ પવન ફૂંકાતા રાજગરો, એરંડા, જીરુ, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ... સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતવરણ સર્જાયું.. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ઼્યા.. જ્યારે અમરેલીના વડીયામાં ઝરમર વરસાદ થયો.. વાતાવરણમાં પલટાને કારણે સૌરાષ્ટ્રમાં કેરી, ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે.. જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે અમે તમામ વિષયો પર ચર્ચા કરવા તૈયાર છીએ. અમે પીછેહઠ કરવાના નથી. અમે વિપક્ષની સમસ્યાને સમજી રહ્યા છીએ. ચૂંટણી આવવાની છે એટલે તેઓ કાદવ ઉછાળવાની કોશિશ કરે છે, પણ તેમને ખબર નથી કે કાદવમાં જ કમળ ખીલશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે અદાણી કેસમાં મેમોરેન્ડમ આપવા માટે ED પાસે જઈ રહ્યા છીએ પરંતુ સરકાર અમને વિજય ચોક પાસે જવા નથી આપી રહી. જે લોકો સરકારના ભરોસે બેંકમાં પૈસા રાખે છે, તે જ પૈસા સરકાર કોઈ વ્યક્તિને સરકારની મિલકત ખરીદવા માટે આપે છે.
Bihar: RJD નેતાઓ લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતીને નોકરી માટે જમીનના કેસમાં જામીન મળ્યા પછી, RJD અને BJP ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં લાડુના વિતરણને લઈને એકબીજા સાથે અથડાયા. ભાજપનો આરોપ છે કે આરજેડીના ધારાસભ્યોએ તેમને હેરાન કરવાનો અને બળજબરીથી મીઠાઈ ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 20 માર્ચે વિશ્વાસ મત લેશે. વડા પ્રધાન સચિવાલયના એક સૂત્રએ ANIને પુષ્ટિ આપી છે. તેમણે શાસક ગઠબંધનના નેતાઓ સાથે ચર્ચા કરી છે અને 20 માર્ચે વિશ્વાસ મત લેવાની તૈયારી કરી રહ્યા છે.
અદાણી કેસની જેપીસી તપાસની માંગ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સરકાર જાણે છે કે જો તેઓ અમારી જેપીસીની માંગણી સ્વીકારશે તો જનતાની સામે તેઓ ઉઘાડા પડી જશે. ભાજપનો તમામ ભ્રષ્ટાચાર સામાન્ય લોકોની સામે સાબિત થશે.
Weather update:હવામાન વિભાગની આગાહી મુજબ 20 તારીખ સુધી રાજ્યમાં છુટછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. કચ્છ સહિતના કેટલા વિસ્તારમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે.
હવામાન વિભાગની આગાહીની અસર પોરબંદરમાં પણ જોવા મળી હતી.આજ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પોરબંદર જિલ્લ માં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 20 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો કમોસમી વરસાદને લઇને ખૂડૂતો ચિંતિત છે. ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થતાં સવારથી જ કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો.
કચ્છમાં મોળી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું. નખત્રાણા,અબડાસા, માંડવી મુન્દ્રા, વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ વરસ્યો હતો. કચ્છમાં ભચાઉ, અંજાર, ભૂજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સુખપુર, માનકુવા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી આજે વિદેશથી દિલ્હી પરત ફર્યા છે. તેઓ આજે સંસદમાં હાજરી આપે તેવી શક્યતા છે.
દિલ્હી: TMC સાંસદોએ LPG સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું.
UP News: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પૂર્વ રાજ્યપાલે પોતે આ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમના દાવા મુજબ, અગાઉ ભૂતપૂર્વ ગવર્નરને Z+ સુરક્ષા હતી પરંતુ હવે તેમની સુરક્ષા હેઠળ માત્ર એક PSO તૈનાત કરવામાં આવશે. સુરક્ષામાં ઘટાડા બાદ પૂર્વ રાજ્યપાલની પ્રતિક્રિયા પણ આવી છે.
પૂર્વ ગવર્નરનો દાવો છે કે ખેડૂતોના મુદ્દા ઉઠાવવા અને કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાની વાત કરવાને કારણે સુરક્ષામાં કાપ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં, સત્યપાલ મલિક 2019માં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બન્યા હતા. જે પછી, 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ની જોગવાઈઓ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાંથી જમ્મુ અને કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા.
નવી દિલ્હીઃ આ વખતે હિટ વેવ અને ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે રાજ્યોને પણ એલર્ટ કરી દીધા છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે આ વખતે દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે અને તે સામાન્ય કરતાં વધુ રહેશે. આ સંદર્ભમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ પણ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગરમીનો સામનો કરવા અત્યારથી જ તૈયારી શરૂ કરવા કહ્યું છે. આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમી પડે તેવી શક્યતા છે. દેશમાં ઉનાળાની તૈયારીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા રાજીવ ગૌબાએ કહ્યું હતું કે સંબંધિત પડકારો માટે અગાઉથી તૈયારી કરવાની જરૂર છે.
રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવોને જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગના સચિવો સાથે સંભવિત હિટવેવ માટે તૈયારીઓની ચર્ચા કરવા અને સમીક્ષા કરવા જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ રાજ્યોના સંપર્કમાં રહેશે. આ સાથે કાળઝાળ ગરમીને કારણે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ન સર્જાય, તેથી લોકોને સનસ્ટ્રોકથી બચવા, દિવસના સમયે ઘરની અંદર રહેવા અને તીવ્ર સૂર્યપ્રકાશથી બચવા વગેરે માટે અત્યારથી જ જાગૃત થવું પડશે. સાથે સાથે હેન્ડપમ્પનું સમારકામ, ફાયર ઓડિટ અને મોકડ્રીલ જેવી પ્રાથમિક તૈયારીઓ હોવી જોઈએ જેથી પાણીની અછત ન રહે. તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી જરૂરી સહાય મળતી રહેશે અને તેઓ સમયાંતરે સંકલન કરતા રહેશે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચથી મે સુધી ઉત્તર પૂર્વ, પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય તાપમાન કરતાં વધુ રહેવાના સંકેતો છે. તેવી જ રીતે આ વખતે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં આકરી ગરમી પડશે. જો કે આ વખતે દક્ષિણના વિસ્તારોમાં સામાન્ય કરતા નીચું તાપમાન રહેવાની શક્યતા છે. આ વખતે સિંધુ-ગંગાના મેદાનોમાં તાપમાનમાં વધારાને કારણે હીટ સ્ટ્રોક રહેશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ તો આવતીકાલે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડ તો 16 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, વલસાડ તો 17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મહેસાણા, સુરત, વલસાડ, ડાંગ, મહીસાગર તો 18 માર્ચે અમરેલી, જૂનાગઢ, દાહોદ, ડાંગ, તાપી, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ બંધારણની કલમ 105 હેઠળ સાંસદોને આપવામાં આવેલી વાણી સ્વાતંત્ર્યના સાર, પદાર્થ અને ભાવના પર વિગતવાર ચર્ચા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે.
જી-20ની બેઠક આજથી પંજાબના અમૃતસરમાં યોજાવાની છે, જેના માટે સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, ભાજપે સહી કરી હતી કે GST વળતરની રકમ 5 વર્ષ માટે મળશે, પરંતુ આ રકમ જૂન 2022થી બંધ થઈ ગઈ છે. દર વર્ષે આપણને 5-6 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ માટે ભાજપ જવાબદાર છે. આમાં સૌથી વધુ નુકસાન છત્તીસગઢની જનતાને થયું છે.
RRR એક્ટર જુનિયર NTR હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા. નાટુ નાટુ ગીત માટે ઓસ્કાર જીતવા અંગે તેમણે કહ્યું કે, "એમએમ કીરવાણી અને ચંદ્ર બોઝને ઓસ્કાર એવોર્ડ સ્વીકારતા જોવું એ શ્રેષ્ઠ ક્ષણ હતી. મને RRR પર ખૂબ ગર્વ અનુભવાય છે."
આરઆરઆરને સમર્થન આપવા બદલ હું દરેક ભારતીયનો આભાર માનું છું, આ એવોર્ડ (ઓસ્કાર) જે અમે જીત્યો છે તે દર્શકો અને ફિલ્મ ઉદ્યોગના પ્રેમને કારણે જ શક્ય બન્યું છે. તે જ સમયે, નાટુ નાટુ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે કહ્યું, ઓસ્કાર જીત્યા પછી, જ્યારે કીરવાણી સર અને ચંદ્રબોઝ બહાર આવ્યા, ત્યારે કીરવાણી સર મને ગળે લગાડ્યા, તે સમયે હું કેટલો આશીર્વાદ અનુભવ્યો તે હું વ્યક્ત કરી શકતો નથી.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates 15th March' 23: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, સલમાન ખાને આવીને અમારા સમાજના લોકો પાસે કાળિયાર મારવા બદલ માફી માંગવી જોઈએ, નહીં તો તેને નક્કર જવાબ આપવામાં આવશે. તેણે હજુ સુધી અમારા સમાજની માફી માંગી નથી. નાનપણથી જ મને તેમના માટે ગુસ્સો છે. વહેલા મોડા અમે તેનો અહંકાર તોડી નાખીશું. તેઓએ અમારા દેવતાના મંદિરમાં આવીને માફી માંગવી પડશે. અમે સલમાન ખાનને પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ હેતુસર મારીશું.
ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં છટણી
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અગાઉ, કંપનીએ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કર્મચારીઓને સંદેશ આપતા કહ્યું કે, અમે ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે, એવી 5,000 પોસ્ટને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી.
RRR પર જુનિયર NTR...
RRR એક્ટર જુનિયર NTR હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા. નાટુ નાટુ ગીત માટે ઓસ્કાર જીતવા અંગે તેમણે કહ્યું કે, "એમએમ કીરવાણી અને ચંદ્ર બોઝને ઓસ્કાર એવોર્ડ સ્વીકારતા જોવું એ શ્રેષ્ઠ ક્ષણ હતી. મને RRR પર ખૂબ ગર્વ અનુભવાય છે."
આરઆરઆરને સમર્થન આપવા બદલ હું દરેક ભારતીયનો આભાર માનું છું, આ એવોર્ડ (ઓસ્કાર) જે અમે જીત્યો છે તે દર્શકો અને ફિલ્મ ઉદ્યોગના પ્રેમને કારણે જ શક્ય બન્યું છે. તે જ સમયે, નાટુ નાટુ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે કહ્યું, ઓસ્કાર જીત્યા પછી, જ્યારે કીરવાણી સર અને ચંદ્રબોઝ બહાર આવ્યા, ત્યારે કીરવાણી સર મને ગળે લગાડ્યા, તે સમયે હું કેટલો આશીર્વાદ અનુભવ્યો તે હું વ્યક્ત કરી શકતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -