Breaking News Live: મનીષ સિસોદિયા આજે CBI સમક્ષ હાજર નહીં થાય, તપાસ એજન્સી પાસે માંગ્યો સમય......
શિવાજીની જન્મજયંતિ પર આજે આગરામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આગ્રાના ઐતિહાસિક લાલ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે.
IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં આ સાથે જ ટીમ ઇન્ડિઆએ 2-0થી લીડ બનાવી લીધી છે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે જ જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આગામી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં રમાશે.
દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતાં 6 વિકેટથી જીત હાંસલ કરી લીધી છે. બીજી ઇનિંગમાં કાંગારુઓ તરફથી મળેલા 115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોહિત એન્ડ કંપનીએ શાનદાર બેટિંગ કરીને જીત હાંસલ કરી લીધી.
ભારતની વાત કરીએ તો, બીજી ઇનિંગમાં ત્રીજા દિવસની બેટિંગ દરમિયાન કુલ 26.4 ઓવરની રમત રમાઇ, જેમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટો ગુમાવીને 118 રન કરીને મેચ જીતી લીધી હતી. આ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ 31-31 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી, આ પછી શિકર ભરતે 23 રન, વિરાટ કોહલીએ 20 રન અને શ્રેયસ અય્યરે 12 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયૉન 2 વિકેટ અને ટૉડ મર્ફી 1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા.
CBI દિલ્હી લિકર પોલિસી કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બીજું સમન્સ મોકલશે. ડેપ્યુટી સીએમ આજે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાના હતા પરંતુ તેમણે બજેટની તૈયારી અંગે સીબીઆઈ પાસે સમય માંગ્યો હતો.
કોંગ્રેસનું 85મું પ્રારંભિક અધિવેશન 26 ફેબ્રુઆરીએ છત્તીસગઢના રાયપુરમાં યોજાશે. આ સત્રનું નામ 'હાથ સાથે હાથ જોડો' હશે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સોનિયા ગાંધી હાજર રહેશે. આ સત્ર આગામી 2024ની ચૂંટણીની તૈયારી પણ છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે રવિવારે (19 ફેબ્રુઆરી) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ઑફિસમાં બોલાવવામાં આવ્યા હતા. બજેટ બનાવવાની વાત કરતા તેમણે સીબીઆઈ પાસે થોડો વધુ સમય માંગ્યો હતો. હવે સિસોદિયાએ આ મામલે વધુ એક મોટો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે જો આજે તેની પૂછપરછ કરવામાં આવી હોત તો તેની પણ ધરપકડ થઈ શકી હોત.
મહારાષ્ટ્ર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પુણેમાં શિવાજી મહારાજના જીવન પર આધારિત થીમ પાર્ક, શિવ સૃષ્ટિના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું, શિવસેના અને તેનું પ્રતીક (તીર-ધનુષ) છીનવી લેવામાં આવ્યું છે અને આ કરવા માટે, આ મામલે અત્યાર સુધીમાં 2,000 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે.
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કરતા ટ્વિટ કર્યું. PMએ લખ્યું, હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. તેમની હિંમત અને સુશાસન પર ભાર આપણને પ્રેરણા આપે છે.
દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને આજે હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. તપાસ એજન્સી પાસે સમય માગતા ડેપ્યુટી સીએમએ કહ્યું, હું ફેબ્રુઆરીના અંત સુધીમાં સીબીઆઈ ઓફિસ જઈશ. જ્યારે પણ તેઓ (CBI) મને બોલાવશે. દિલ્હીના નાણામંત્રી હોવાના કારણે બજેટ તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે, તેથી મેં તારીખ બદલવાની વિનંતી કરી છે. મેં હંમેશા આ એજન્સીઓને સહકાર આપ્યો છે.
AIMIM પ્રમુખ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી આજે રાજસ્થાનના ટોંકમાં બપોરે 3 વાગ્યે એક વિશાળ જનસભાને સંબોધશે.
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ ખાતે 'ઇમર્જિંગ ગ્રેટ પાવર રિવલરીઃ એ સ્ટ્રેટેજિક ઇમ્પેરેટિવ ફોર ઇન્ડિયા' વિષય પર સેમિનારને સંબોધિત કર્યું હતું. તેમણે અધિકારીઓને ઉભરતી ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓમાં ભારતની ભૂમિકાને સમજવા માટે આહ્વાન કર્યું હતું.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કાશ્મીર પંડિતોની વાત કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપ અને જેઓ તેમની "કાશ્મીર ફાઇલો" બનાવે છે તેમને માત્ર આગળ લગાવીને નોટો અને વોટ મેળવવાના છે. તેમને કાશ્મીરી પંડિતોની કોઈ ચિંતા નથી. ભારત જોડો યાત્રા દરમિયાન કાશ્મીરી પંડિતોએ રાહુલજી સાથે આ અંગે વાત કરી હતી અને ત્યારબાદ તેઓએ ભાજપ સરકારને પત્ર પણ લખ્યો હતો પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.
આગ્રાના ઐતિહાસિક લાલ કિલ્લામાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે સીએમ યોગી પણ હાજરી આપશે.
સીબીઆઈ આજે દારૂ કૌભાંડ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. સીબીઆઈએ સવારે 11 વાગ્યે હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. તે જ સમયે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પૂછપરછ વિશે ટ્વીટ કર્યું અને લખ્યું, "સીબીઆઈએ રવિવારે ફરીથી ફોન કર્યો છે. તેઓએ મારી વિરુદ્ધ સીબીઆઈ-ઈડીની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ઘરે દરોડા પાડ્યા, બેંક લોકરની તલાશી લીધી, મારી વિરુદ્ધ ક્યાંય કંઈ નથી મળ્યું.". મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે, તેઓ તેને રોકવા માંગે છે. મેં હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને કરીશ."
Turkiye Earthquake: તુર્કીની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો. જો કે, આ તાજેતરના આંચકા પછી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે.
મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી બાદ દુનિયાભરના બચાવ કાર્યકર્તા રાહત કાર્યમાં લાગેલા છે. કાટમાળમાંથી સતત મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. બંને દેશોમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. એકલા તુર્કીમાં મૃત્યુઆંક 40,642 છે, જ્યારે પડોશી સીરિયામાં 5,800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates 19th February' 2023: તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા માપવામાં આવી હતી. તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. હકીકતમાં, તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. એકલા તુર્કીમાં મૃત્યુઆંક 40,642 છે, જ્યારે પડોશી સીરિયામાં 5,800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે 84,000થી વધુ ઈમારતોને નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 લાખથી વધુ બેઘર લોકો તુર્કી અને સીરિયામાં આશ્રયસ્થાનોમાં રહે છે.
CBI આજે મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે
સીબીઆઈ આજે દારૂ કૌભાંડ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. સિસોદિયાને સવારે 11 વાગ્યે હાજર થવા માટે સમન મોકલવામાં આવ્યું છે. તે જ સમયે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આજે યોજાનારી સીબીઆઈ તપાસ અંગે ટ્વીટ કર્યું, "સીબીઆઈએ રવિવારે ફરીથી બોલાવ્યા છે. તેઓએ મારી વિરુદ્ધ સીબીઆઈ ઈડીની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ઘરે દરોડા પાડ્યા, બેંક લોકરની તપાસ કરી, મારી સામે ક્યાંય કંઈ નથી મળ્યું. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે, તેઓ તેને રોકવા માંગે છે. મેં હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને કરીશ."
છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ
શિવાજીની જન્મજયંતિ પર આજે આગરામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આગ્રાના ઐતિહાસિક લાલ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી...
મહાશિવરાત્રી નિમિત્તે છતરપુરના બાગેશ્વર ધામમાં 121 કન્યાઓના સમૂહ લગ્ન થયા. આ દરમિયાન સીએમ શિવરાજ પણ હાજર હતા. તે જ સમયે, બાગેશ્વર ધામમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના મંચ પરથી શિવરાજે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી, કહ્યું હું તમારા સંકલ્પને સલામ કરું છું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિવરાજ સરકાર પાસે 500 એકર જમીન માંગી છે. યુનિવર્સિટી, કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર બનાવવાની તૈયારી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -