Breaking News Live Updates: નાગાલેંડ વિધાનસભા ચૂંટણીઃ ભાજપે 20 ઉમેદવારો કર્યા જાહેર

Breaking News Updates: આજે બજેટ પર સંસદના બંને સદન, રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા થશે. આ ચર્ચા સંબંધિત તમામ મોટા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Feb 2023 02:37 PM
IED બ્લાસ્ટમાં CRPFના ત્રણ જવાન ઘાયલ

ઝારખંડ પોલીસે જણાવ્યુ, સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટમાં CRPFના ત્રણ જવાન ઘાયલ થયા છે. તેઓ રાંચીમાં તબીબી સારવાર લઈ રહ્યા છે.  

UGC એ લંબાવી તારીખ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ (ભારતમાં વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસનું સેટઅપ અને સંચાલન) રેગ્યુલેશન્સ, 2023 માટે ટિપ્પણીઓ/સૂચનો/પ્રતિસાદ મેળવવાની છેલ્લી તારીખ 2જી ફેબ્રુઆરી, થી 20 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.

SCએ કઈ પીઆઈએલ ફગાવી

સુપ્રીમ કોર્ટે એક ઉમેદવારોને એક કરતાં વધુ મતવિસ્તારમાંથી એક સાથે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે મુદ્દાઓ કાયદાકીય ક્ષેત્ર સાથે સંબંધિત છે.

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 20 ઉમેદવારો કર્યા જાહેર

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના 20 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમ્જેન ઇમના અલંગ અલંગટાકી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેનના પાંચ ડબ્બા એન્જિનથી અલગ થઈ ગયા

મુઝફ્ફરપુર-નરકટિયાગંજ રેલ્વે સેક્શન પર બેતિયા મજૌલિયા સ્ટેશન પાસે સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેનના પાંચ ડબ્બા એન્જિનમાંથી અલગ થઈ ગયા. ઘટનાસ્થળે હાજર પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓ. મુસાફરોને કોઈ ઈજા થઈ નથી

આરબીઆઈએ અદાણી જૂથની કંપનીઓના એક્સપોઝરની વિગત માંગી

રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્થાનિક બેંકોને અદાણી જૂથની કંપનીઓ, સરકાર અને બેંકિંગ સ્ત્રોતો સાથેના તેમના એક્સપોઝરની વિગતો માંગી છે

શાલિગ્રામ પથ્થરો અયોધ્યા પહોંચ્યા

નેપાળથી લાવેલા શાલિગ્રામ પથ્થરો અયોધ્યા પહોંચ્યા. તેઓનો ઉપયોગ રામ અને જાનકીની મૂર્તિઓના નિર્માણ માટે થવાની અપેક્ષા છે.

કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને મળ્યાં જામીન

કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને યુપી સરકાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેસ કરવામાં આવ્યો હતો, તેને જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કહ્યું, હું 28 મહિના પછી જેલમાંથી બહાર આવ્યો છું. મને સપોર્ટ કરવા બદલ હું મીડિયાનો આભાર માનું છું. મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. હું હવે બહાર રહીને ખુશ છું

આસામ સરકાર રાજ્યમાં બાળ લગ્નને ખતમ કરશે

આસામના સીએમએ ટ્વિટ કરીને લખ્યું, આસામ સરકાર રાજ્યમાં બાળ લગ્નના જોખમને ખતમ કરવાના તેના સંકલ્પમાં મક્કમ છે. અત્યાર સુધીમાં આસામ પોલીસે સમગ્ર રાજ્યમાં 4,004 કેસ નોંધ્યા છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ કાર્યવાહી થવાની શક્યતા છે. કેસો પર કાર્યવાહી 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.

હુર્રિયત નેતા કાઝી યાસિરનું ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પાડ્યું

જમ્મુ અને કાશ્મીરનાઅનંતનાગ જિલ્લા પ્રશાસને અનંતનાગમાં હુર્રિયત નેતા કાઝી યાસિરનું ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પાડ્યું

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Updates 2nd February 2023: દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે (1 ફેબ્રુઆરી) ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. આજે સંસદના બંને ગૃહોમાં આ બજેટ પર ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિપક્ષ ચર્ચા દરમિયાન હંગામો મચાવી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.