Breaking News Live: રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટે આપ્યા જામીન, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે કોર્ટ પહોંચ્યા

Breaking News Live Updates 3rd April' 2023: દેશ અને વિદેશના સમાચારો સૌથી પહેલા જાણવા માટે, અહીં બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.

gujarati.abplive.com Last Updated: 03 Apr 2023 03:07 PM
રાહુલ ગાંધીને મળ્યા જામીન

રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટે આપ્યા જામીન. 

રાજ્યમાં એપ્રિલમાં રહેશે અષાઢી માહોલ, હવામાન વિભાગની ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Gujarat Weather Updates:  એપ્રિલ મહિન  શરૂ થઈ ગયો હોવા છતાં રાજ્યમાંથી કમોસમી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગ દ્વરા એપ્રિલમાં પણ અષાઢી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 5 થી 7 એપ્રિલ સુધી કમોમસી વરસાદ પડશે. કમોસમી માવઠાની અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે. આ ઉપરાંત ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકશે.  


કઈ તારીખે ક્યાં ખાબકશે કમોસમી વરસાદ



  • 5 એપ્રિલના રોજ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, દ્વારકામાં કમોમસી વરસાદ પડશે 

  • 6 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદ પડશે

  • 7 એપ્રિલના રોજ કચ્છ, સુરત, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે  

Gujarat Politics: ડાંગ જિલ્લા ભાજપમાં હડકંપ, ત્રીજું રાજીનામું પડતાં અનેક તર્કવિતર્ક

Gujarat Politics: ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ત્રીજું રાજીનામું પડ્યું છે. લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી સંગઠનમાં ચાલતા આંતરિક જૂથવાદના કારણે રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. છેલ્લા બે દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં ત્રીજા હોદ્દેદારે રાજીનામું આપતા ભાજપમાં હડકંપ જેવી સ્થિતિ છે. આ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર અને આહવા મંડળના પ્રમુખ સંજય વ્યવહારે રાજીનામું આપ્યું હતું. આગામી દિવસમાં વધુ રાજીનામા પડે એવી ડાંગ ભાજપમાં ચર્ચા થઈ રહી છે.

Manish Sisodia: મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ, 2023 સુધી લંબાવી છે. સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે, તેથી અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. આ કેસની આગામી સુનાવણી 17 એપ્રિલે બપોરે 2 વાગ્યે થશે.

રાહુલ ગાંધી સુરત કોર્ટ પહોંચ્યા

ગુજરાત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સુરતની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં પહોંચ્યા.





Coronavirus: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3824 નવા કેસ નોંધાયા છે

દેશમાં ફરી એકવાર કોરોનાના વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. શનિવારે (1 એપ્રિલ) દેશમાં કોરોનાના 3824 નવા કેસ નોંધાયા હતા.

Delhi: સીએમ કેજરીવાલે હવે આ કારણથી પીએમ મોદીને પત્ર લખ્યો છે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને રેલ મુસાફરીમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહત ફરી શરૂ કરવા અંગે પત્ર લખ્યો છે.





રાહુલ ગાંધી આજે સુરતની સેશન્સ કોર્ટમાં કરશે અપીલ, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ રહેશે હાજર

Rahul Gandhi News Updates: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તાજેતરમાં સુરત કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ સોમવારે આ સજા વિરુદ્ધ ગુજરાતની સુરત કોર્ટમાં જઈ શકે છે. અહીં તે પોતાની સજા વિરુદ્ધ અરજી દાખલ કરશે અને કોર્ટના નિર્ણયને પડકારશે. તેમની અરજીમાં, ગાંધી કોર્ટને 'મોદી અટક' કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને બાજુ પર રાખવા માટે કહે તેવી અપેક્ષા છે.


આજે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલો અપીલ કરશે. રાહુલ ગાંધીના નિષ્ણાત વકીલોની ટીમ સુરત પહોંચી ચુકી છે. દિલ્હીના નિષ્ણાત વકીલો જ સમગ્ર કેસ પર નજર રાખશે. આજે ખુદ રાહુલ ગાંધી પણ સુરત સેશન્સ કોર્ટમાં હાજરી આપશે. રાજસ્તાના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદે નેતાઓ પણ સુરત પહોંચી ગયા છે.


અગાઉ, કોર્ટે તેને જામીન આપ્યા હતા અને 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી હતી, જેથી તેને હાઈકોર્ટમાં અપીલ કરવાનો સમય મળે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી વતી તેમની કથિત ટિપ્પણી માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે "બધા ચોરને મોદી કેવી રીતે અટક કરી શકાય?". આ પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે 52 વર્ષીય ગાંધીને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

Bihar: સાસારામમાં ફરી વિસ્ફોટ

બિહારના નાલંદાના અનેક વિસ્તારોમાં રમખાણો બાદ આજે સવારે 4.30 વાગે સાસારામમાં વિસ્ફોટ થયો હતો. ઘટના બાદ SSB જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. SSBના જવાનો આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે.

Mumbai: 2 મહિલાઓ સાથે બાઇક સ્ટંટ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ

મુંબઈ પોલીસે ફયાઝ કાદરી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે જેનો તેના ટુ વ્હીલર પર બેઠેલી બે મહિલાઓ સાથેનો બાઇક સ્ટંટ વાયરલ થયો હતો. BKC પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના BKC પોલીસ કાર્યક્ષેત્રમાં બની હતી.





Umesh Pal Case: પોલીસે અતીક અહેમદના સાળા અખ્લાકની ધરપકડ કરી

ઉમેશ પાલ મર્ડર કેસમાં અતીક અહેમદના શૂટર્સને ભાગવામાં મદદ કરવાના આરોપમાં એસટીએફએ ગઈકાલે મેરઠથી અતીક અહમદના સાળા અખલાકની ધરપકડ કરી હતી.

Punjab: નવજોત સિંહ સિદ્ધુ સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળશે

રોડ રેજ કેસમાં એક વર્ષની સજા કાપીને બહાર આવેલા નવજોત સિંહ સિદ્ધુ આજે સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળશે.

Congress: મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસના સાંસદોની બેઠક

આજે ફરી એકવાર સંસદમાં હંગામો થવાની સંભાવના છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસ આક્રમક છે અને આજે ફરી અદાણી મુદ્દે JPC તપાસની માંગ કરી શકે છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંસદો સાથે બેઠક કરશે.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 3rd April' 2023: ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી. હુગલીમાં બીજેપી નેતા દિલીપ ઘોષની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આગચંપી પણ કરવામાં આવી હતી. પરિસ્થિતિને જોતા આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને હુગલીની સ્થિતિને જોતા આજે રાત્રે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.


રાહુલ ગાંધી અરજી દાખલ કરશે


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરત (ગુજરાત)ની સેશન્સ કોર્ટમાં 2019ના ફોજદારી માનહાનિના કેસમાં દોષી ઠેરવવા સામે અરજી દાખલ કરશે. અરજી દાખલ કરતી વખતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આજે સુરતની મુલાકાત લઈ શકે છે. સુરતથી આ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે કોંગ્રેસ એક છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ અને પૂર્વ સીએમ પણ સુરત આવી શકે છે. સુરત એરપોર્ટ અને સેશન્સ કોર્ટ પાસે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે.


અમિત શાહનો નીતિશ કુમાર પર પ્રહાર..


બિહારના નવાદામાં એક રેલીમાં ગૃહમંત્રી અમિત શાહે નીતિશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, બિહાર નીતિશને સંભાળવા સક્ષમ નથી. બિહારમાં કાયદો અને વ્યવસ્થા માત્ર મોદીજી જ ઠીક કરશે. અમિત શાહે કહ્યું, બિહારમાં ભાજપને જીતાડો. તોફાનીઓને ઉંધા લટકાવીને ઠીક કરશે. તેમણે કહ્યું કે, ભાજપ તુષ્ટિકરણની રાજનીતિ નથી કરતી, ભાજપ શાસિત રાજ્યોમાં કોઈ રમખાણો નથી. અમિત શાહે દાવો કર્યો હતો કે બિહારની જનતાએ નક્કી કર્યું છે કે 24મી લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 40 સીટો પર કમળ ખીલશે.


સંસદમાં આજે ફરી હોબાળો થવાની શક્યતા છે


સંસદમાં આજે ફરી હંગામો થવાની સંભાવના છે. માનહાનિના કેસમાં રાહુલને દોષી ઠેરવવામાં આવ્યા બાદ કોંગ્રેસ આક્રમક છે અને ફરી એકવાર અદાણી મુદ્દે JPC તપાસની માંગ કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના તમામ સાંસદો આજે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધમાં આજે પણ તમામ સાંસદો કાળા કપડા પહેરીને સંસદ પહોંચશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.