Breaking News Live: મહાગઠબંધનના નેતા તરીકે નીતીશ કુમારની વરણી, તેજસ્વી યાદવ રાજભવન રવાના

Breaking News Updates:  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ એકનાથ શિંદે આજે તેમની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Aug 2022 05:15 PM
નીતીશ બિહારમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છે છે

બિહારના રાજકીય ઘટનાક્રમ પર ચિરાગ પાસવાને કહ્યું, નીતીશ કુમાર બિહારમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છે છે. તેના પર જરાય વિશ્વાસ કરાય તેમ નથી.





નીતીશે આપ્યું રાજીનામું

બિહારના વિકાસ માટે સારા સમાચાર નથી

કેન્દ્રીય મંત્રી અને RLJP પ્રેસિડેન્ટ પશુપતિ પારસે કહ્યું, બિહારના વિકાસ માટે આ સમાચાર નથી. અમારી પાર્ટી એનડીઓ જ ભાગ રહેેશે.





4 વાગે નીતીશ કુમાર મળશે રાજ્યપાલને

બિહારના રાજકારણમાં ગરમાવો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોઈ મોટું રાજકીય પગલું ભરશે તેવી અટકળો વચ્ચે મંગળવારે અહીં સત્તાધારી જનતા દળ (યુનાઈટેડ) અને વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સમાંતર બેઠકો યોજાઈ રહી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠક મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન એક આને માર્ગ પર યોજાઈ રહી છે.

નીતિશ કુમાર રાજ્યપાલને મળવા જશે

બપોરે 12.30થી 1 વાગ્યા વચ્ચે નીતિશ કુમાર રાજ્યપાલને મળવા જઈ શકે છે.

બિહારના રાજકારણને લઈને મોટા સમાચાર

નીતિશ કુમારે રાજ્યપાલને મળવાનો માગ્યો સમય

ભાજપના આ નેતાએ લીધા શપથ

40 દિવસ બાદ મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ

મહારાષ્ટ્રમાં 40 દિવસ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થયું. જેમાં 18 મંત્રીએ શપથ લીધા.





ભાજપના મંત્રી

  • ગિરીશ મહાજન

  • ચંદ્રકાંત પાટીલ

  • સુધીર મુનગંટીવાર

  • સુરેશ ખાડે

  • રાધાકૃષ્ણ વિખે પાટીલ

  • અતુલ સવે

  • રવિન્દ્ર ચવ્હાણ

  • વિજયકુમાર ગાવિત

  • મંગલપ્રભાત લોઢા

શિંદે જૂથના મંત્રી

  • તાનાજી સાવંત

  • ઉદય સામંત

  • સંદીપન ભુમરે

  • દાદા સ્ટ્રો

  • અબ્દુલ સત્તાર

  • દીપક કેસરકર

  • શંભુરાજ દેસાઈ

  • સંજય રાઠોડ

  • ગુલાબરાવ પાટીલ

18 મંત્રીઓ શપથ લેશે

મહારાષ્ટ્રમાં આજે કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. જેમાં 18 મંત્રીઓ શપથ લેશે. તેમાં શિંદે જૂથ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવ-નવ પ્રધાનોનો સમાવેશ થશે. આ સાથે મહારાષ્ટ્રની કેબિનેટમાં સભ્યોની સંખ્યા વધીને 20 થઈ જશે, જે મહત્તમ 43 સભ્યોની સંખ્યાના અડધાથી પણ ઓછી છે.

RJD નેતાઓ લાલુના ઘરે પહોંચ્યા

બિહારની રાજનીતિમાં નવા જૂની થવાના એંધાણ છે. બિહારમાં આજે જેડીયુની મોટી મીટિંગ છે. આ દરમિિયાન આરજેડીના ધારાસ્યો લાલુ યાદવના નિવાસ સ્થાને પહોંચ્યા છે. સૂત્રો મુજબ નીતિશ કુમાર રાજીનામું નહીં આપે.

ITBP જવાનોએ 17 હજાર ફૂટની ઊંચાઈએ ફરકાવ્યો ત્રિરંગો

ટ્રમ્પના ઘરે એફબીઆઈના દરોડા

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે ફ્લોરિડામાં તેમના 'માર-એ-લાગો' નિવાસસ્થાન પર એફબીઆઈ એજન્ટો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. "આપણા રાષ્ટ્ર માટે અંધકારમય સમય છે, કારણ કે ફ્લોરિડાના પામ બીચમાં મારું સુંદર ઘર માર-એ-લાગો હાલમાં એફબીઆઈ એજન્ટોના કબજામાં છે.

તાઈવાને ચીનને જવાબ આપવા તૈયારી કરી શરૂ

તાઈવાને પણ હઠીલા ચીનના દરેક હુમલાનો જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાને પણ ચીનના હુમલાથી પોતાને બચાવવા માટે દાવપેચ શરૂ કરી દીધા છે.





બ્રેકગ્રાઉન્ડ

Breaking News Updates:  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના લગભગ 40 દિવસ બાદ એકનાથ શિંદે આજે તેમની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી સવારે 11 વાગ્યે રાજભવનમાં શિંદે જૂથ-ભાજપ ગઠબંધનના ધારાસભ્યોને શપથ લેવડાવશે. એવી ચર્ચા છે કે લગભગ 20 લોકો મંત્રીપદના શપથ લઈ શકે છે. વિસ્તરણનો આગળનો રાઉન્ડ થોડા સમય પછી થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.