Breaking News Live Updates: અમદાવાદમાં પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 8 લોકોની ધરપકડ, ઓડિશામાં કાર અકસ્માતમાં 7ના મોત

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. પોર્ન સ્ટાર કેસમાં જ્યુરીએ તપાસ બાદ ક્રિમિનલ કેસને મંજૂરી આપી દીધી છે, જેના પછી ટ્રમ્પે આત્મસમર્પણ કરવું પડી શકે છે.

gujarati.abplive.com Last Updated: 31 Mar 2023 12:25 PM
ઓડિશામાં કાર અકસ્માતઃ પરિવાર લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો, કાર નહેરમાં પડી, 7 લોકોના મોત

ઓડિશા કાર અકસ્માત: શુક્રવારે (31 માર્ચ) વહેલી સવારે ઓડિશાના સંબલપુર જિલ્લામાં એક કાર નહેરમાં પડી જતાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતના કારણો હજુ જાણવા મળ્યા નથી.


દિલ્હી: શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક ઘરમાંથી મળ્યા 6 મૃતદેહો

દેશની રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. જ્યારે તે સૂતા હતો, ત્યારે તેને કાર્બન મોનોક્સાઇડની ગંધ આવી હતી જે રાતોરાત મચ્છર ભગાડનાર સળગાવવાના પરિણામે આવી હતી. ઉત્તર પૂર્વ જિલ્લાના ડીસીપીએ આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત રાત્રે શાસ્ત્રી પાર્કમાં એક જ પરિવારના લોકો કોઇલ સળગાવીને સૂઇ ગયા હતા. ત્યારબાદ કોઇલના કારણે ઓશીકામાં આગ લાગી હતી. આગના કારણે બે લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે 4 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી. પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે.

પોરબંદરના એક ગામમાં જૂની અદાવતમાં આઠ રાઉન્ડ ફાયરિંગ, પોલીસે આરોપીની કરી ધરપકડ

પોરબંદરઃ પોરબંદર જિલ્લાના ભેટકડી ગામમાં અંધાધૂંધ આઠ રાઉંડ ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ભરત ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, જિલ્લાના ભેટકડી ગામના સીમ વિસ્તારમાં ભરત ઓડેદરા નામના શખ્સે અગાઉની અદાવતમાં સામત ઓડેદરા નામના વ્યક્તિની ઘર પાસે આઠ રાઉંડ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

PM Modi: અમદાવાદમાં પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 8 લોકોની ધરપકડ, જાણો વિગત

PM Modi: અમદાવાદમાં પીએમ મોદી સંદર્ભે પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 8 અલગ અલગ સ્થળ પર અનધિકૃત રીતે પોસ્ટર લગાવવા બદલ 8ની ધરપકડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી સામે વાંધાજનક સુત્રોના પોસ્ટર લગાવાયા હતા, જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે.


શહેરના વિવિધ વિસ્તારોમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ તમામ લોકો વિરુધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે 8 વ્યક્તિઓ સામે ફરીયાદ દાખલ કરીને કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.  ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારો કે જેમકે વટવા, ઈસનપુર, મણીનગર, નારોલ, વાડજમાં પોસ્ટરો લગાવાવમાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ તમામ પોસ્ટર સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા હતા.

Donald Trump Money Hush: ટ્રમ્પ આત્મસમર્પણ કરી શકે છે!

Donald Trump Money Hush: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેણે 2016 માં પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મને ગેરકાયદેસર સંબંધ સંબંધિત કેસ પર ચૂપ કરવા માટે તેના વકીલને ચૂકવણી કરી હતી. ન્યૂયોર્ક ગ્રાન્ડ જ્યુરીએ આ કેસની સુનાવણી કરતા ટ્રમ્પ સામે અપરાધિક કેસને મંજૂરી આપી દીધી છે. હવે જો ટ્રમ્પ આત્મસમર્પણ નહીં કરે તો તેમની ધરપકડ થઈ શકે છે. મળતી માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ આવતા સપ્તાહે મંગળવારે (4 એપ્રિલ) કોર્ટમાં સરેન્ડર કરી શકે છે. આ માટે તે કોર્ટના અધિકારીઓ સમક્ષ પોતાની જાતને રજૂ કરવા માટે હાજર રહેશે.

Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 જિલ્લામાં કમોસમી વરસાદ, સૌથી વધુ બનાસકાંઠામાં

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 કલાક સુધીમાં બનાસકાંઠાના વાવમાં સૌથી વધુ 25 એમએમ વરસાદ નોંધાયો છે. થરાદમાં 12 એમએમ, તલોદ, અમીરગઢ અને લાખમીમાં 7-7 એમએમ વરસાદ નોંધાયો છે.


ભાવનગરના વાતાવરણમાં પલટો


ભાવનગર જિલ્લાના જેસર તાલુકામા વાતાવરણમાં પલટો આવતા પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. જેમા બિલ્લા, ઉગલવાણ, સરેરા અને શાંતિનગરમા પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી આપવામાં આવી છે તેને લઈને જેસર તાલુકામાં આજે વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું હતું. ફરી એક વખત કમોસમી માવઠું વરસતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેતીમાં રવિ પાકોમાં બાજરી ઘઉં જુવાર ડુંગળી અને કેરી જેવા અન્ય પાકમાં નુકસાન થશે તેવી શક્યતા છે.

Vadodara: વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે 24ની અટકાયત, એક હજારથી વધુ પોલીસ જવાનોએ કર્યું કોમ્બિંગ

વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારા બાદ એક હજારથી વધુ પોલીસ જવાનોએ કોમ્બિંગ કર્યું હતું. આ મામલે અત્યાર સુધી 5 મહિલા સહિત 24ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ફેતપુરા, પાંજરીગર મહોલ્લા, યાકુતપુર અને હાથીખાના વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતુ કે ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવાનો સરકારનો સંકલ્પ છે. સંઘવીએ કહ્યું આ કરતૂત કરનારોઓને મુંહતોડ જવાબ મળશે.
શોભાયાત્રા સાથે પોલિસ કમિશ્નર શમસેરસિંહ આગળ વધી રહ્યા હતા ત્યાં યાકુતપુરા વિસ્તાર પહોંચતા તેમની પર પથ્થર પડતા ટિયરગેસના સેલ છોડાયા હતા.પથ્થરમારામાં 15 વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને નવ લોકો ઘાયલ થયા હતા.ઘટનાને પગલે ફતેપુરા વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.


વડોદરામાં ફતેપુરામાં પાંજરીગર મહોલ્લા અને કુંભારવાડા પાસે હિંસા થઇ હતી. લારી અને વાહનોમાં તોડફોડ કરાઇ હતી. પોલીસે  સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લામાંથી પસાર થતી ભગવાન રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો.

Vegetable Price Hikes: કમોસમી વરસાદથી વધ્યા શાકભાજીના ભાવ, ગૃહિણીઓના બજેટ પર માઠી અસર

Vegetable Price Hikes: વરસાદની અસર હવે શાકભાજીમાં પણ પડી રહી છે. શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. મોટાભાગના માર્કેટમાં શાકભાજી ₹100 કિલો સુધી પહોંચી ગયું છે એવામાં ગૃહિણીઓ હવે ત્રાહિમામ પોકારી ઊઠી છે.


શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા


 એક તરફ માવઠાની અસર બીજી તરફ પાકમાં નુકસાન અને ગ્રાહકોને વધુ ભાવે શાકભાજી મળી રહી છે. વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે. માર્કેટમાં જે ટામેટા 20 રૂપે મળતા હતા તે અત્યારે ₹40 કિલો થઈ ગયા છે..


શું છે ભાવ



  • પરવર 100 kg

  • ગવાર 160 kg

  • ચોળી 200kg

  • ભીંડા 100kg

  • ફ્લાવર 60 kg

  • મરચા 100kg

  • ટામેટા 40 kg

Panchmahal: પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ગાડી લઈ થઈ ગયો ફરાર

Panchmahal: પંચમહાલમાં પૈસાદાર સાધુ મહાત્મા હોવાનો દંભ કરી ઠગાઈ કર્યાની ફરિયાદ કાકણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી 9 લાખ કિંમતની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. રયાજીભાઈ પરમાર સાથે આરોપીએ મૌખિક જમીનનો સોદો કરી 1.75 કરોડ નાં PDC બેન્ક નાં ચેક આપી ઠગાઈ  કરી હતી. બે દિવસ માટે ગાડી વાપરવા લઈ જવાનું જણાવી ફરિયાદીની મહિન્દ્રા થાર ગાડી લઈ ફરાર થયો હતો. કાકણપુર પોલીસે મૂળ રાજસ્થાન જયપુર જોટવાંડાનાં પ્રદીપ સિંહ પોપટજી જાડેજા સામે છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


પંચમહાલમાં તાલીમાર્થી એસઆરપી  જવાનોને ફુડ પોઇઝનિંગ અસર


પંચમહાલમાં તાલીમાર્થી એસઆરપી જવાનોને ફુડ પોઇઝનિંગની અસર થઈ હતી. સવારનો ચા નાસ્તો કર્યા બાદ એસઆરપી ગ્રુપ પાંચના 10 જેટલાં જવાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. અસરગ્રસ્ત તમામ એસઆરપી જવાનોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

ઇન્દોર મંદિર દુર્ઘટનામાં 11 કચ્છના લોકો પણ મોતને ભેટયા, ‘પ્રત્યક્ષદર્શીએ કહ્યું લાશો તરતા જોઇ’

Indore temple well collapse:ઈન્દોરના મંદિરમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટનામાં  35 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મૃતકના 11 કચ્છના લોકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં 6 વર્ષની બે માસુમ બાળકીઓએ પોતાની નજર સામે માતાને  ડૂબતા જોઈ.


ઇન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના પણ મોત થયા છે. હતભાગી તમામ નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના  લોકો હતા જે મૂળ કચ્છના પાટીદાર સમાજના છે અને ધંધાર્થે ઇન્દોરમાં સ્થળાંતરિત થયા હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના


રામનવમીના દિવસે ઇન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકોની ભીડ જામી હતી. અહીં વાવ ઉપર  યજ્ઞશાળા બનાવવામાં આવી હતી. હવનના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ સમયે  વાવનો સ્લેબ તૂટી જતાં મોટી સંખ્યામાં લોકો  વાવ પડ્યાં હતા. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે. જેમાં 11 કચ્છી લોકો પણ સામેલ છે.  પાટીદાર સમાજના 11 લોકોના મોતથી સમગ્ર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મંદિરના કુવાની છત તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના. 11 મૃતકમાં 10 મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

મૃતકો નાં નામ નીચે મુજબ છે






2. દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી ૫૮ (નખત્રાણા)

3. કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી ૩૨ (નખત્રાણા)

4.ગોમતીબેન ગંગદાસ પોકાર ૭૦ (રામપર સરવા)

5.પુષ્પાબેન દિનેશભાઈ પોકાર ૪૯ (હરીપર)

6.કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )

7 પ્રિયંકા બેન પોકાર ૩૦(હરીપર)

8. વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી ૫૮( વિરાણી મોટી)

9.શારદાબેન કેશવલાલ પોકાર ૫૫ (રામપર, સરવા)

10. રતનબેન નાનજીભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )

11 જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી ૭૨ (નખત્રાણા)




 

3 એપ્રિલ સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી, યુપીમાં ઓરેંજ એલર્ટ

IMD Weather Forecast:  દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગુરુવાર (30 માર્ચ) સાંજે ભારે વરસાદ થયો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 એપ્રિલ સુધી આવા વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે. આજે કેરળ, કર્ણાટક, ઉત્તર આસામ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય વિભાગે પશ્ચિમ યુપી અને પૂર્વાંચલમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.


હવામાન વિભાગે રાજસ્થાનના કોટપુતલી, અલવર, લક્ષ્મણગઢ, રાજગઢ, નાદબાઈ, ભરતપુરમાં આગામી 2 કલાક સુધી વરસાદની આગાહી કરી છે. આ સિવાય ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરાલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, માનેસર, બલ્લભગઢ) રોહતક, ખરખોડા, ભિવાની, ચરખી દાદરી, મત્તનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, મહેન્દ્રગઢ, સોહાના, રેવારી નારનૌલ, બાવલ, નુહમાં પણ વરસાદની આગાહી છે. વિભાગે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબમાં વીજળીના ચમકારા સાથે વરસાદની પણ આગાહી કરી છે.

રામ નવમી પર દેશના અનેક શહેરોમાં હોબાળો, 70થી વધુની ધરપકડ

30 માર્ચે રામ નવમીના દિવસે દેશભરમાં ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ જોવા મળી હતી. રામ નવમી પર ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભારે હોબાળો થયો હતો. ઘણી જગ્યાએ હિંસા અને આગચંપીની ઘટનાઓ બની હતી. દેશભરમાં હિંસા દરમિયાન 22 લોકો ઘાયલ થયાના સમાચાર છે, જ્યારે પોલીસે કાર્યવાહી કરતા 74 લોકોની ધરપકડ કરી છે. જોકે હવે સ્થિતિ નિયંત્રણમાં છે.


પશ્ચિમ બંગાળના હાવડામાં ભારે હિંસા થઈ હતી. બદમાશોએ રસ્તા પર ઉભેલા વાહનોને આગ ચાંપી દીધી, ડઝનબંધ વાહનો સળગાવી દીધા. રેગિંગ હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. હિંસા બાદ પોલીસે અત્યાર સુધીમાં 36 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે હાવડામાં રામ નવમી પર શોભા યાત્રા દરમિયાન રસ્તાના કિનારે બનેલા ઘરો પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એવો પણ આરોપ છે કે જ્યારે ખળભળાટ થઈ રહ્યો હતો ત્યારે પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા, પરંતુ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

મનીષ સિસોદિયાને આજે જામીન મળશે કે પછી ચાલુ રહેશે મુશ્કેલીઓ

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર શુક્રવારે સાંજે 4 વાગ્યે સુનાવણી થશે. એક સપ્તાહ પહેલા આ મામલાની સુનાવણી બાદ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ગયા અઠવાડિયે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને દારૂ કૌભાંડ કેસની વિગતો અને સાક્ષીઓના નિવેદનો કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

'અમેરિકન નાગરિકો તરત છોડો રશિયા'

અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ રશિયામાં રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. જ્યારથી રશિયામાં એક અમેરિકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે, ત્યારથી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચિંતિત છે અને તેના તરફથી આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.


જાસૂસીનો આરોપો


તાજેતરમાં જ એક અમેરિકન પત્રકારની રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પત્રકાર વોલ સ્ટ્રીટ જર્નલ માટે કામ કરે છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022 માં યુક્રેનમાં રશિયન હુમલાની શરૂઆત પછી રશિયામાં કોઈપણ આંતરરાષ્ટ્રીય પત્રકાર સામે આ પ્રકારની પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, શીત યુદ્ધ પછીથી કોઈપણ અમેરિકન ન્યૂઝપેપર પર આવી જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો નથી.


આ કારણે હવે જ્યારે રશિયામાં આવી કાર્યવાહી થઈ છે ત્યારે અમેરિકા તેનાથી ચિંતિત છે અને તેણે રશિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સાથે  તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ અમેરિકન નાગરિકોને રશિયા છોડી દેવા માટે કહ્યું છે. બીજી તરફ જે લોકો રશિયા જવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ ટ્રિપ કેન્સલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર પોર્ન સ્ટાર સંબંધિત ક્રિમિનલ કેસ ચાલશે

Donald Trump Money Hash Case: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. પોર્ન સ્ટાર કેસમાં જ્યુરીએ તપાસ બાદ ક્રિમિનલ કેસને મંજૂરી આપી દીધી છે, જેના પછી ટ્રમ્પે આત્મસમર્પણ કરવું પડી શકે છે. જો તે આત્મસમર્પણ નહીં કરે તો તેની ધરપકડ થઈ શકે છે. ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ગુરુવારે (30 માર્ચ) ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 2016 ની રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટારને ચૂકવણી કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. આ પછી, તેઓ ફોજદારી આરોપોનો સામનો કરનાર પ્રથમ યુએસ પ્રમુખ બન્યા. જો ટ્રમ્પની ધરપકડ થશે તો તેઓ ધરપકડ થનાર અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ હશે.


આ સમગ્ર મામલો 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને એક લાખ ત્રીસ હજાર ડોલરની ચૂકવણીની તપાસ સાથે જોડાયેલો છે. જેમાં ટ્રમ્પને આરોપી ગણવામાં આવ્યા છે. જોકે આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. ગ્રાન્ડ જ્યુરીની તપાસમાં જાણવા મળ્યું કે 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેનું 2006માં ટ્રમ્પ સાથે અફેર હતું. આ વાતની જાણ થતાં ટ્રમ્પ ટીમના વકીલે સ્ટોર્મીને ચૂપ રહેવા માટે $130,000 ચૂકવ્યા.

આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગનો પ્રારંભ

Chennai Super Kings vs Gujarat Titans:  આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરૂઆત થશે16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીઝનની પહેલી જ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર વાળી મેચો જોવા મળી શકે છે. એકબાજુ એમએસ ધોનીની CSK ટીમ ગયા વર્ષના નિષ્ફળ પ્રદર્શનને ભૂલીને મેદાનમાં ઉતરશે. તો વળી, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ તેનો દબદબો જાળવી રાખવા પ્રયાસ કરશે. જાણો મેચ પહેલા બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન, પીચ રિપોર્ટ અને હવામાન અપડેટ વિશે.... 


CSK vs GT હેડ ટૂ હેડ - 
ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં બહુ જુનો ઇતિહાસ નથી. ગયા વર્ષે ગુજરાતની ટીમે IPLમાં એન્ટ્રી કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ટીમ આ બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ રીતે આંકડાઓના આધારે જોવામાં આવે તો ગુજરાતની ટીમ CSK પર ભારે છે.


પીચ રિપોર્ટ - 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધશે, તેમ તેમ અહીં સ્પિનરો અસરકારક સાબિત થવા લાગશે, અહીંની પીચ પર પ્રથમ બેટિંગમાં સરેરાશ સ્કૉર 170 રન રહ્યો છે. આંકડા સાક્ષી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરતી ટીમ મેચ જીતવામાં વધુ સફળ રહી છે. એટલા માટે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૉલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.


મેચ પ્રિડિક્શન - 
આમ પણ કહેવાય છે કે જ્યાં સુધી મેચમાં છેલ્લો બૉલ ના નંખાઇ જાય ત્યાં સુધી કોઇપણ જાતની ભવિષ્યવાણી ના કરવી જોઇએ. ચેન્નઇ અને ગુજરાત વચ્ચે રમાતી મેચ કોઈપણ જીતી શકે છે. પરંતુ જો આંકડાની વાત કરીએ તો આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ CSKને પછાડી શકે છે. ગુજરાત ટાઇટન્સની ટીમ એકદમ સંતુલિત છે. તેમની પાસે ઘણા ધાડક ઓલરાઉન્ડર છે. ગુજરાત ટાઇટન્સને ઘરઆંગણે રમવાનો પણ ફાયદો મળશે. એકન્દરે, ગુજરાત ટાઇટન્સ પાસે પ્રથમ મેચમાં જીતવાની વધુ તકો છે.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Updates, 31st March, 2023: આજથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરૂઆત થશે16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીઝનની પહેલી જ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર વાળી મેચો જોવા મળી શકે છે. એકબાજુ એમએસ ધોનીની CSK ટીમ ગયા વર્ષના નિષ્ફળ પ્રદર્શનને ભૂલીને મેદાનમાં ઉતરશે. તો વળી, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ તેનો દબદબો જાળવી રાખવા પ્રયાસ કરશે. 


ડોનાલ્ડ ટ્રમ્પ પર પોર્ન સ્ટાર સંબંધિત ક્રિમિનલ કેસ ચાલશે, સજા થશે તો તેઓ બનશે પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. પોર્ન સ્ટાર કેસમાં જ્યુરીએ તપાસ બાદ ક્રિમિનલ કેસને મંજૂરી આપી દીધી છે, જેના પછી ટ્રમ્પે આત્મસમર્પણ કરવું પડી શકે છે. જો તે આત્મસમર્પણ નહીં કરે તો તેની ધરપકડ થઈ શકે છે. ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ગુરુવારે (30 માર્ચ) ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 2016 ની રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટારને ચૂકવણી કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. આ પછી, તેઓ ફોજદારી આરોપોનો સામનો કરનાર પ્રથમ યુએસ પ્રમુખ બન્યા. જો ટ્રમ્પની ધરપકડ થશે તો તેઓ ધરપકડ થનાર અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ હશે.


'અમેરિકન નાગરિકો તરત છોડો રશિયા', WSJ જર્નાલિસ્ટની ધરપકડ બાદ US સ્ટેટ ડિવાર્ટમેન્ટની એડવાઇઝરી


અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ રશિયામાં રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. જ્યારથી રશિયામાં એક અમેરિકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે, ત્યારથી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચિંતિત છે અને તેના તરફથી આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.


27 હજાર કરોડની મિસાઇલ અને હથિયારોની કરાશે ખરીદી, સરકારે સ્વદેશી કંપનીઓ સાથે કર્યા કરાર


આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપતા રક્ષા મંત્રાલયે લગભગ 27 હજાર કરોડ રૂપિયાના હથિયારો, દરિયાઈ જહાજો, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સાધનોની ખરીદી માટે કરાર કર્યા છે. તમામ ડીલ ભારતીય કંપનીઓ સાથે કરવામાં આવી છે.


નેવી માટે 11 નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ્સ અને છ મિસાઈલ કોર્વેટ્સની ખરીદી માટે રૂ. 19,600 કરોડનો સૌથી મોટો સંરક્ષણ સોદો કરવામાં આવ્યો છે. સેનાએ  ભારત ડાયનેમિક્સ લિ. (BDL) સાથે 6,000 કરોડની કિંમતની આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે રેજિમેન્ટની ખરીદી માટે કરાર કર્યો છે. ઉપરાંત, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. (BEL) સાથે 13 Linux-U2 ફાયર કંટ્રોલ સિસ્ટમ માટે રૂ. 1,700 કરોડનો સોદો કર્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.