નવી દિલ્લી: દિલ્લીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સરિતા સિંહ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. પાર્ટીના જ એક મુસ્લિમ નેતાએ નોકરીના બદલામાં નવ લાખ રૂપિયા લેવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી છે. તેના જવાબમાં સરિતાએ આરોપોને ખોટા બતાવતા મુસ્લિમ નેતા વિરુદ્ધ ફર્જીવાડેની ફરિયાદ પોલીસને કરી છે.
આમ આદમી પાર્ટીના એક પોસ્ટરના એક કિનારે આપ ધારાસભ્ય સરિતા સિંહની તસ્વીર છે તો બીજી બાજુ પાર્ટીના લધુમતી કમિટિના વિધાનસભા અધ્યક્ષ શકીલ અહમદની છે. પરંતુ આ શકીલ અહમદે સરિતા પર નોકરીની લાલચ આપીને 9 લાખ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે.
શકીલના પ્રમાણે, ત્રણ લોકોને સરકારી નોકરી આપવાનો વાયદો કરીને સરિતા સિંહે પૈસા લીધા હતા. પરંતુ ન તો નોકરી મળી કે ન તો પૈસા પાછા મળી રહ્યા છે. ઉપરથી બીજા પૈસા માંગવાની ધમકી આપે છે. પોલીસે તેમની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી દીધી છે.
યૂપીના રાયબરેલીની રહેવાસી સરિતા સિંહ 2015ની ચૂંટણીમાં રોહતાસ નગર સીટથી જીતી હતી. સરિતાએ ગત વર્ષે ગોપાલ રાયના ઓએસડી સાથે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે તેના પર પોલીસ વાળા સાથે મારપીટ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.