કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના ઉટી સેક્ટરમાં એલઓસી પાસે આર્મીના હેડક્વાર્ટર પર આતંકી હુમલાના અહેવાલ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે, હુમલો રવિવારે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે કરવામાં આવ્યો છે. હાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. હુમલામાં  બે જવાનો શહીદ થયા છે જ્યારે 16 જવાનો ઘાયલ થયા છે.


અહેવાલ પ્રમાણે, ઉત્તર કાશ્મીરમાં આવેલા સૈન્યના હેડક્વાર્ટરથી ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે. અહીં ત્રણ આતંકીઓ ઘૂસ્યાના અહેવાલ છે. આતંકીઓ બેઝમાં તાર કાપીને ઘૂસ્યા હતા. આતંકીઓએ એક બેરકમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આતંકી હુમલાને પગલે  ગૃહમંત્રી રાજનાથસિંહે   પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો હતો. તેઓ અમેરિકા અને રશિયાના  પ્રવાસે જવાના હતા. તેમણે ઇમરજન્સી બેઠક બોલાવી છે.