ગોવા: ગોવામાં ભારત અને બ્રાઝિલ વચ્ચે દ્ધપક્ષિય ચર્ચામાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, હું બ્રાઝિલના રાષ્ટ્રપતિ માઈકલ ટેમરનું સ્વાગત કરું છું. અમે આતંકવાદ વિરુદ્ધ બ્રાઝિલના સમર્થનની પ્રશંસા કરીએ છીએ, અને બન્ને દેશ આતંકવાદ વિરુદ્ધ કોઈપણ જાતના ભેદભાવ વગર લડાઈ લડશે. આતંકવાદ સામે લડવા માટે બ્રાઝિલના સમર્થનને ઉંડાણપૂર્વક પ્રશંસા કરીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું, બ્રાઝિલની કંપનીઓ આવવાથી, ભારતમાં રોકાણ કરવા અને વેપારમાં ભાગેદારી કરવા માટે અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ભારત અને બ્રાઝીલની વચ્ચે દ્ધપક્ષિય સંબંધ સારા થયા છે. અમે દરેક સ્તરે વાતચીતને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. મને એ વાતની ખુશી છે કે ભારત અને બ્રાઝિલ દ્ધપક્ષિય રોકાણ કરવાના કરારને અંતિમ રૂપ આપવાના નજીક છે.

અગાઉ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોમવારે બ્રાઝીલના રાષ્ટ્રપતિ માઈકલ ટેમરની સાથે દ્ધપક્ષિય ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ દ્ધપક્ષિય સંબંધોના વિભિન્ન પરિણામો અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે એક ટ્વિટમાં કહ્યું, બ્રાઝિલની સાથે અમે સારા સંબંધો બનાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ માઈકલ ટેમરના પ્રતિનિધિમંડળે સ્તરીય ચર્ચાઓનું નેતૃત્વ કર્યું હતું.

તેમને કહ્યું, ગોવામાં ત્રીજા દિવસે એક અન્ય દ્ધપક્ષિય સમ્મેલન રાખવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ માઈકલ ટેમરનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી દ્વારા ઉભરતી સૌથી મોટી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાઓ- બ્રાજિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાના બ્રિક્સ નેતાઓની સાથે આયોજીત દ્ધપક્ષિય ચર્ચાઓનું આ છેલ્લું ચરણ હતું.