રાજગીર: રાજગીરમાં જદયૂની રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમાર અને પાર્ટી અધ્યક્ષે કહ્યું કે પાકિસ્તાન મામલે પીએમ જે કદમ ઉઠાવશે, અમે તેમની સાથે છીએ. તેમના આ કાર્યમાં અમે જ નહીં પુરો દેશ તેમની સાથે છે.


બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ પાડોશી દેશ પર જે વિચારે છે તેના પર અમે સમર્થન કરીએ છીએ. નીતીશે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનને લવ લેટર નહીં, પરંતુ તેની જ ભાષામાં જવાબ આપવો પડશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું, તમે તમામ લોકોએ જે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ આપ્યું છે, તેના માટે તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું

નીતીશ કુમારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાંધતા કહ્યું કે ભાજપામાં કોઈ દમ નહોતો. માત્ર પ્રચાર પર નિર્ભર છે. અને આજ કારણે પ્રધાનમંત્રીએ પરાજયનો સામનો કરવો પડ્યો છે. અમારી પાર્ટી પ્રચારમાં માનતી નથી. અમારી પાસે તેના માટે સમય પણ નથી. અમે તો લોહિયામાં માનીએ છીએ. સીએમે કહ્યું કે, અમે અહીં દારૂબંધી લાગૂ કરી છે. દારૂબંદીની સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.