નવી દિલ્લીઃ ભારતમાં યોજાઇ રહેલી 8 માં બ્રિક્સ સંમેલન બાદ પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે. બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. પીએમ મોદી પાકિસ્તનને આતંકવાદ મુદ્દે એકલો પાડવા તમામ પ્રકારના કુટનીતિક પ્રયાસો કરશે. પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષિય વાતચિત કરીને એનએસજીની સભ્યતા અને મસૂદ અઝર મામલો ઉઠાવી શકે છે.
ચીન પાકિસ્તાનને સમર્થન કરી રહ્યું છે તે જગજાહેર છે. તો બીજી તરફ ભારતની અમેરિકા સાથેના સંબધોથી રશિયા નારાજ છે. પીએમ મોદી માટે રશિયાની નારાજગી દૂર કરીને ચીનને પોતાની તરફેણમાં કરવનો પડકાર હશે. રશિયા સાથેના કરારોથી ભારતને એક પ્રકારની મજબુતી મળશે. બ્રિક્સ સંમેલનમાં આતંકવાદ મહત્વનો મુદ્દો હશે. અને આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે.