ગુજરાત બાદ રાજસ્થાનમાંથી ઝડપાયા બે સંદિગ્ઘો, BSF અંગે કરતા હતા માહિતી એકત્ર
abpasmita.in | 15 Oct 2016 10:34 AM (IST)
નવી દિલ્લીઃ રાજસ્થાનના બીકાનેરમાં બે સંદિગ્ધો જાસૂસોની ઘરપકડ કરવામાં આવી છે. આ સંદિગ્ધો ખાજૂવાલા ગામમાં લોકો પાસેથી બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ની જાણકારી મેળવી રહ્યા હતા અને બદલામાં 25 લાખ રૂપિયા આપવાની લાલચ આપી રહ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘરપકડ કરવામાં આવેલા સંદિગ્ધોમાં એકનું નામ શ્રવણ અને બીજાનુ નામ સુરેંદ્ર છે. બંને સંદિગ્ધો ગામલોકોને 25 લાખ રૂપિયાની લાલચ આપીને બીએસએફ સાથે જોડાયેલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ પહેલા ગુજરાતના કચ્છમાંથી પણ બે ISI માટે જાસૂસી કરતા શખ્સો ઝડપાયા હતા. આ યુવકો ભારતીય આર્મી, બીએસએફ અને કોસ્ટગાર્ડની અતિસંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપતા હતા.