Elections 2024: લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચારની અનોખી પદ્ધતિઓ જોવા મળે છે. હાલમાં પીએમ મોદી માટે એક અનોખી વોટ અપીલ ચર્ચામાં આવી છે. એક વર-કન્યાને તેમના લગ્નના કાર્ડ પર છાપેલ PM મોદીને વોટ કરવાની અપીલ સામે આવી છે. જ્યારે પોલીસને આ કાર્ડ વિશે ખબર પડી તો તેમણે વર-કન્યા વિરુદ્ધ FIR નોંધી.


મામલો તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાનો છે. અહીં એક વર-કન્યાએ પોતાના લગ્નના કાર્ડમાં નરેન્દ્ર મોદીને મત આપવાની અપીલ કરી છે. જો કે આ રીતે પીએમ મોદી માટે વોટની અપીલ કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.


લગ્નના આમંત્રણ પર છાપવામાં આવ્યું હતું આ વાક્ય


કન્યા અને વરરાજાએ તેમના લગ્નના આમંત્રણ પર છાપ્યું હતું કે, 'આ વખતે ફરીથી નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા એ જ વર-કન્યા માટે ભેટ છે. કારણ કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ. આ અંગે ચૂંટણી આચાર સંહિતા એન્ફોર્સમેન્ટ મોનિટરિંગ સ્કવોડને જાણ થતાં તેઓએ જાતે જઈને કાર્ડ ચેક કર્યું હતું. આ પછી, પક્ષની ફરિયાદના આધારે પોલીસે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


પિતાએ ભેટ ન લાવવાની અપીલ કરી...
ખાસ વાત એ છે કે વરરાજાના પિતાએ લગ્નમાં કોઈપણ પ્રકારની ગિફ્ટ ન લાવવાની પણ અપીલ કરી હતી. પીએમ મોદી માટે વોટ એ વર-કન્યા માટે સૌથી મોટી ભેટ છે. વરરાજાના પિતાએ પણ પીએમ મોદી અને ભાજપને વોટ કરવાની અપીલ કરી છે.


વરરાજાના પિતા બિઝનેસમેન છે
તેલંગાણાના નંદિકંતિ નરસિમ્લુ અને પત્ની નંદિકંતિ નિર્મલાએ તેમના પુત્રના લગ્નના કાર્ડ પર પીએમ મોદીને મત આપવાની અપીલ છાપી હતી. નંદીકંતી નરસિમ્લુ પ્રોજેક્ટમાં લાકડાની સામગ્રી સપ્લાય કરવાનો બિઝનેસ ચલાવે છે. તેમણે કહ્યું કે પીએમ માટે વોટ કરવાની અપીલ પ્રકાશિત કરવી એ પીએમ મોદી પ્રત્યે સન્માન દર્શાવવાનો એક માર્ગ છે. જો કે આ પહેલા તેણે પોતાની બે દીકરીઓના લગ્નમાં ક્યારેય કોઈ અપીલ કરી ન હતી.


આવો જ એક કિસ્સો અગાઉ તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક વરરાજાના પિતાએ લગ્નના આમંત્રણ કાર્ડ પર મહેમાનોને ભેટ લાવવાને બદલે આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવા અપીલ કરી હતી. તે આમંત્રણ પત્રમાં વડાપ્રધાન મોદીની તસ્વીર સાથે લખ્યું હતું કે, નરેન્દ્ર મોદીને વોટ આપવી એ શ્રેષ્ઠ ભેટ હશે. નંદિકાંતિ નરસિમ્લુ અને તેમની પત્ની નંદિકાંતિ નિર્મલાએ તેમના એકમાત્ર પુત્રના લગ્નના આમંત્રણ કાર્ડ પર આ અનોખી અપીલ કરી હતી. જો કે, લગ્નના આમંત્રણ પત્ર પર આવી અપીલ કરવી કાયદાકીય રીતે યોગ્ય નથી અને તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણી શકાય. આથી પોલીસે આ બંને કેસમાં કાર્યવાહી હાથ ધરી છે.