બ્રિટનના પૂર્વ PMએ કહ્યું- 'આતંકીઓ સારા કે ખરાબ નથી હોતા'
abpasmita.in | 03 Dec 2016 04:28 PM (IST)
નવી દિલ્લી: હિંદુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટના બીજા દિવસે બ્રિટનના પૂર્વ પીએમ ડેવિડ કેમરૂનને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નિવેદન સાથે સહમતિ આપતા કહ્યું કે આતંકવાદીઓ સારા કે ખરાબ નથી હોતા. યૂરોપીય સંધથી અલગ થવાના પક્ષમાં થયેલા જનમત સંગ્રહ પર પદ છોડ્યા બાદ કેમરૂન પ્રથમ વખત ભારત પ્રવાસ પર આવ્યા છે. તેમણે કહ્યું યૂરોપીય સંધથી અલગ થવું ડેડ એંડ નથી. પરંતુ તેમનું માનવું છે કે યૂરોપીય સંધથી અલગ થવું દુર્ભાગ્ય પૂર્ણ છે. હવે બ્રિટને ફરિવાર દુનિ. સાથે સંબંધો સ્થાપિત કરવા પડશે. કેમરૂને કહ્યું ભારતમાં ઝડપથી ડિજિટલ અર્થવ્યવસ્થા બનાવવાની જરૂર છે, તેમણે કહ્યું હુ જ્યારે ભારત આવું છુ ત્યારે અહિંયા પર વિકાસ અને ક્ષમતા જોઈને સ્તબ્ધ રહી જાવ છું. યુરોપ બહારનો આ એક એવો દેશ છે, જ્યાં મે વિપક્ષના નેતા તરીકે પ્રવાસ કર્યો છે. કેમરૂને વધુમાં કહ્યું ભારત જેવી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા માટે સૌથી મોટી સમસ્યા પૈસાની અછત છે.