મુંબઈ: જેએનયૂના વિદ્યાર્થી કનૈયા કુમારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની વખાણ કરતા કહ્યું તે ચૂંટાયેલા અમેરિકી રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રંપ કરતા વધારે સારા છે.


કનૈયૈ કુમાર ટાઈમ્સ લિટફેસ્ટમાં ફ્રોમ બિહાર ટુ તિહાડ પર એક સામૂહિક પરિચર્ચામાં બોલી રહ્યો હતો.

તેણે કહ્યું બની શકે નરેંદ્ર મોદી સાથે તમામ મતભેદ હોય પરતું તે છતાં મોદી ટ્રંપ કરતા સારા છે. દુનિયાભરમાં અધિનાયકવાદી ભાવનાઓ વધી છે અને આપ જુઓ કે કઈ રીતે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્રવાસીઓ અને મહિલાઓ વિરૂધ્ધ અભૂતપૂર્વ નિવેદનો આપવામાં આવ્યા છે.

કનૈયા કુમાર પર આ વર્ષે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી નિવેદનો આપવા મામલે દેશદ્રોહનો આરોપ લાગ્યો હતો.

વિદ્યાર્થી નેતા કનૈયા કુમારે આફ્રીકી-અમેરિકી નેતા માર્ટિન લૂથર કિંગનું ઉદાહરણ આપતા કહ્યું કે “ખરાબ લોકો એટલા માટે શોર નથી કરતા કારણ કે તે શક્તિશાળી છે, પરંતુ સારા લોકોના ચૂપ રહેવાથી આવું બને છે”.