નવી દિલ્લીઃ એબીપી ન્યૂઝના કાર્યક્રમ શિખર સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતું કે, નોટબંધીનો સૌથી મોટો ફાયદો તે લોકોને થશે જેઓ લાઇનમાં ઉભા છે. નોટબંધીથી ગરીબોનું કલ્યાણ થશે. અમિત શાહે કહ્યું કે, ભાજપને ચૂંટણીમાં નોટબંધીનો ફાયદો મળશે. વિપક્ષને તેનો અંદાજ થઇ ગયો હશે જેથી તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હશે.
મોદી સરકારમાં પાવર મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, નોટબંધીથી ગરીબોના પૈસા પણ બેન્કમાં આવશે અને તેનો લાભ મળશે. પંજાબના મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે કહ્યું કે, અમારો મુકાબલો કોગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અમારી પ્રતિસ્પર્ધી નથી.