નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત જુલાઇમાં બ્રિટેનના પ્રવાસે જશે. આ પ્રવાસની ખાસ વાત એ છે કે, સંઘના કાર્યક્રમમાં દરમિયન હૉલીવુડની જાણીતી હસ્તીઓ અને પ્રમુખ કારોબારીમાં નજર આવશે.


આરએસએસ નેતાઓના જણાવ્યા અનુસાર હિંદુ સ્વયંસેવક સંઘની સ્વર્ણ જયંતી પર 29થી 31 જુલાઇ સુધી લંડનમાં આ સાંસ્કૃતિક મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સંધ પ્રમુખ મોહન ભાગવત 31 જુલાઇએ પોતાનું ભાષણ આપશે. આ સિબિરમાં 10 હજારથી વધુ લોકોના ભાગ લેવાની સંભાવના છે.

હિંદુ સ્વયંસેવક સંઘ આરએસએસનું એક અંગ છે. જે વિદેશોમાં સંઘની કામગીરી કરે છે. આ 30 કરતા પણ વધુ ગામમાં સક્રિય છે. બ્રિટેનમાં આ સંસ્થાની સ્થાપનાના 50 વર્ષ થઇ રહ્યા છે. આ સંસ્થા વિદેશોમાં ભારતીયો વચ્ચે હિંદું સંસ્કૃતિ અને સંઘની વિચારધારનો પ્રચાર પ્રસાર કરે છે. અહીં અઠવાડીયામાં 6 દિવસ શાખા મળે છે.

આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓને બોલાવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમા હૉલીવુડના જાણીતા સ્ટાર ટાઇટેનિક ફેમ લિયોનાર્ડો ડિ કેપ્રિયોને પણ સમાવેશ થાય છે. જે શાકાહારનું સમર્થન કરે છે. કાર્યક્રમમાં મોહન ભાગવત લિયોનાર્ડો ડિ ક્રેપ્રિયોને પણ મળી શકે છે.