નવી દિલ્લીઃ બ્રિટનના પ્રધાનમંત્રી થેરીસા મે યૂરોપ બહારના પહેલા દ્વીપક્ષીય પ્રવાસે ભારત આવી રહ્યા છે. ટેરીસાની આ યાત્રા ત્રણ દિવસની રહેશે. આ દરમિયાન તે ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે વાતચીત કરશે. અને બ્રાઝિલ બાદ ભારત-બ્રિટન ભાગીદારીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. મોદીના આમંત્રણ પર થેરીસા આજથી 8 નવેમ્બર સુધી ભારતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મોદી સાથે પોતાની વાતચીત દ્વારા થેરીસા બંને દેશોના લાભ, નોકરી અને ધનના સર્જન અને સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે બંને દેશોના સંબંધોના નિર્માણ જેવા મુદ્દે ચર્ચા કરશે. તેમની યાત્રા દરમિયાન વ્યવહારિક સૌદા પર હસ્તાક્ષર કરવાની પણ સંભાવના છે. થેરીસા ભારતમાં મોદીની સાથે સાથે ભારત-બ્રિટેન ટેકનોલોજી સમ્મેલનું ઉદ્દઘાટન પણ કરશે. થેરીસા રાતે 11:10 વાગે પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચશે.