નવી દિલ્લીઃ કેંદ્ર સરકાર શનિવારે કહ્યું હતું કે, ભયાનક પ્રદૂષણના લીધે દિલ્લી ઇમરજન્સી જેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. કેંદ્ર સરકારે ખેડૂતોને ખૂંટી સળગાવવા પર પ્રતિબંધ મુકવા માટે તમામ પાડોશી રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની સોમાવરે બેઠક બોલાવી છે.
દિલ્લીમાં ધુમ્મસ છવાયેલો રહેવા અને ઘણી જગ્યાએ પ્રદૂષણનું સ્તર સુરક્ષિત સ્તરેથી 17 ગણું વધારે હોવાથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેંદ્રીય પર્યાવરણમંત્રી અનિલ દવે સાથે મુલાકાત કરી હતી. અને આ પડકાર સામે તાત્કાલીક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
કેજરીવાલે દિલ્લીની સરખામણી ગેસ ચેંબર સાથે કરી હતી જેના માટેનું મુખ્ય કારણ હરિયાણા અને પંજાબમાં ખેતરોમાં સળગાવવામાં આવતી ખૂંટી છે. કેજરીવાલે લોકોને જાહેર ટ્રાંસપોર્ટેશનનો ઉપયોગ કરવા પર ભાર આપવા જણાવ્યું હતું.
આ મામલે અનિલ દવેએ જણાવ્યું હતું કે, સ્થિતિ ઘણી જ ખરાબ છે. તેની સાથે કામ પાર પાડવા માટે તાત્કાલિક ઉપાય કરવાની જરૂર છે. દવેએ જણાવ્યું હતુ કે, તેણે કેજરીવાલ સાથે ઇમરજન્સી ઉપોય માટે ચર્ચા કરી છે. ધૂળ, પ્રદૂષણ અને ખૂંટી સળગાવવા પર નિયંત્રણનો સમાવેશ થાય છે.