નવી દિલ્લીઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાને સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. લાંચના અન્ય કેસોમાં પણ તેઓ નિર્દોષ જાહેર થયા છે.
બેગ્લોર સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. યેદિયુરપ્પા પર 40 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો. તેમના પરિવારના સભ્યોને પણ તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. તે સિવાય તેમણે 2012માં બીજેપી છોડી દીધી હતી. પરંતુ 2014માં તેઓ પાછા ભાજપમાં આવ્યા હતા.
બીજેપીના કેન્દ્રમાં સતા પર આવ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્ધારા મોટા ફેરફાર કર્યા જેમાં યેદિયુરપ્પાનો સમાવેશ કર્યો હતો. યેદિયુરપ્પા પર આરોપ છે કે તેમણે મુખ્યમંત્રી રહેતા રાજ્યમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માઇનિંગ કૌભાંડ આચર્યુ હતું.