પૂણે: જાહેરાતની દુનિયામાં ખૂબ જાણીતી મૉડલની પૂણેની 5 સ્ટાર હોટલમાં ચાલતા સેક્સ રેકેટમાં પોલીસે ધરપકડ કરી છે. મૉડલને પોલીસે મહિલા સુધાર ગૃહ મોકલી હતી, પરંતુ તે ત્યાથી ભાગી ગઈ હતી. હાલ પૂના પોલીસ આ મૉડલનો ફોન ટ્રેક કરી તેનું લૉકેશન જાણવામાં લાગી છે. આ મૉડલ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે.
જાણકારી મુજબ ભોપાલ શહેરની રહેવાસી આ મૉડલ મુંબઈમાં મૉડલિંગનું કામ કરતી હતી. 24 ઓક્ટોબરના પૂણે ક્રાઈમ બ્રાંચને ખુફિયા જાણકારી મળી કે કૃષ્ણા નામનો એજંટ ધણી છોકરીઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. ત્યારબાદ પોલીસે 5 સ્ટાર હોટલના રૂમ નંબર 309માં નકલી ગ્રાહક મોકલી કૃષ્ણાના એક સાથીની ધરપકડ કરી હતી.
પોલીસે કૃષ્ણાના સહયોગી વિપુલ દહાલને 16 હજાર રૂપિયા લેતા રંગે હાથ જડપી લીધો હતો. એક રાતના જિસ્મફરોશી માટે 50 હજારમાં સોદો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે રેડ કરી મૉડલની ધરપકડ કરી હતી. એક છોકરી પાસે દેહ વ્યાપારનો ધંધો કરવા બદલ ત્રણ લોકો સામે આઈપીસી ધારા 3,4, અને 5 મુજબ કેસ દાખલ કર્યો છે.
પોલીસે પીડિત મૉડલને પૂણેમાં મોહમદ વાડીમાં મહિલા સુધાર ગૃહમાં મોકલી હતી, પરંતુ તે તેયા મારપીટ કરી ત્યાથી ભાગી ગઈ હતી. પોલીસે આ બહુચર્ચિત મૉડલ વિરૂધ્ધમાં મારપીટનો કેસ પણ દાખલ કર્યો છે. પોલીસ મૉડલને પકડવા માટે તેનો ફોન ટ્રેક કરી રહી છે. આ મૉડલ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.