અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘુસણખોરોને પડકારવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ઠાર મારવામાં આવ્યા હતા. રાઇફલ સાથે બે શબ મળી આવ્યા છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
બીએસએફે કહ્યું કે 103 બટાલિયનના જાગૃત સૈનિકોએ તરન તારણની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરોને જોયા હતા. તેમને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું કે અચાનક ઘુસણખોરોએ બીએસએફ પર ફાયરિંગ શરૂ કરી દિધુ હતું. જવાબી કાર્યવાહીમાં પાંચ ઘુસણખોરોને ઠાર કરવામાં આવ્યા હતા. સરહદ પર હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા લોકો વિશે એ જાણકારી મેળવવામાં આવી રહી છે કે શું તેઓ આતંકી છે કે દાણચોરો.