લખનઉ: ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હાથરસ બાદ બલરામપુરમાં 22 વર્ષીય વિદ્યાર્થી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં લઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
https://twitter.com/ANI/status/1311540024681218049
માયાવતીએ કહ્યું, "હું યોગી આદિત્યનાથને કહેવા માંગુ છું કે તમે સ્ત્રીના પેટમાંથી જન્મેલા છો." તમારે અન્યની બહેન-દિકરીને તમારી બહેન-દિકરી માનવી જોઈએ. જો તમે તેમનું રક્ષણ કરી શકતા નથી, તો તમારે પોતાને જ પાછળ હટી જવું જોઈએ. પોતે જ રાજીનામું આપી દેવું જોઈએ. માયવતીએ કહ્યું, મને 100 ટકા વિશ્વાસ છે કે યૂપીના હાલના મુખ્યમંત્રી સરકાર ચલાવવા માટે સક્ષમ નથી. સારું છે કે તમે નેતૃત્વ પરિવર્તન કરો જો તમે નહીં કરો તો અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવો. ઉત્તર પ્રદેશના લોકો પર દયા કરો. આજ મારી અપીલ છે.
માયાવતીએ કહ્યું, હાથરસની ઘટના બાદ મને લાગી રહ્યું હતું કે કદાચ યૂપી સરકાર હરકતમાં આવશે. બહેન-દિકરી પર જે લોકો ઉત્પીડન કરી રહ્યા છે તેમના પર અંકુશ લગાવવામાં આવશે, પરંતુ આવું થયું નહી. આજે સવારે બલરામપુરની ઘટના સમાચારમાં જોઈ જેણે મને હચમચાવી દિધી છે. તેમણે કહ્યું, જો તેઓ મહિલાઓની સુરક્ષા નથી કરી શકતા તો યૂપીના સીએમ યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવું જોઈએ.
હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે યોગીને તેમની જગ્યાએ એટલે કે ગોરખનાથ મઠ પર મોકલવા જોઈએ. જો તેમને એ પણ ગમતું ન હોય તો તેમને રામ મંદિર બનાવવાની જવાબદારી સોંપી દેવી જોઈએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય, CM યોગીને ગોરખનાથ મઠ મોકલી દે કેંદ્ર સરકાર : માયાવતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 04:41 PM (IST)
હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે યોગીને તેમની જગ્યાએ એટલે કે ગોરખનાથ મઠ પર મોકલવા જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -