લખનઉઃ સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનને લઇને બહુજન સમાજવાદી પાર્ટીએ પોતાની સ્પષ્ટ કરી દીધી છે. ટ્વીટર પર માયાવતીએ લખ્યુ કે, પાર્ટી તથા મૂવમેન્ટના હિતમાં બીએસપી હવે પછીની નાની-મોટી ચૂંટણી પોતાના દમ પર એકલી લડશે.

માયાવતીએ લખ્યું કે, 'બીએસપીની ઓલ ઇન્ડિયા બેઠક કાલે લખનઉમાં અઢી કલાક સુધી ચાલી. ત્યારબાદ રાજ્યવાર બેઠકો પણ મોડી રાત સુધી ચાલી. છતાં બીએસપી પ્રમુખ વિશે જે વાતો મીડિમામાં છવાઇ છે સાચી નથી, અમે આ વિશે પ્રેસનૉટ પણ જાહેર કરી હતી.'


ગઠબંધનનો ઉલ્લેખ કરતાં માયાવતીએ લખ્યું કે, 'આમ પણ જગજાહેર છે કે સપાની સાથે બધી જુની યાદો-વાતો ભુલાવવાની સાથે વર્ષ 2012-17માં સપા સરકારના બીએસપી તથા દલિત વિરોધી નિર્ણયો, પ્રમૉશનમાં અનામત વિરુદ્ધ કાર્યો તથા કથળેલી કાયદો વ્યવસ્થા વગેરેને બાજુપર રાખીને લોકહિતમાં સપાની સાથે ગઠબંધન ધર્મને પુરેપુરો નિભાવ્યો.'


આ પછી ગઠબંધન તોડવાની જાહેરાત કરતાં માયાવતીએ લખ્યું- 'લોકસભા સામાન્ય ચૂંટણી બાદ સપાનો વ્યવહાર બીએસપીને એ વિચારવા માટે મજબૂર કરે છે કે, શું આવુ કરીને બીએસપીને આગળ હરાવી શકવાનું સંભવ થશે? જે સંભવ નથી. પાર્ટી તથા મૂવમેન્ટના હિતમાં હવે બીએસપી આગળની નાની-મોટી તમામ ચૂંટણીઓ પોતાના એકલાના દમ પર લડશે.'