બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 7મા તબક્કાની ચૂંટણી માટે 47 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સરોજ પાંડે, રમેશ ચંદ્ર યાદવ, શંકર યાદવ, સુશીલ કુમાર સિંહ સહિત ઘણા નેતાઓના નામ સામેલ છે.



બહુજન સમાજ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આઝમગઢની અલગ-અલગ બેઠકો પર સરોજ પાંડે, રમેશ ચંદ્ર યાદવ, શંકર યાદવ, અબ્દુસલામ, સુશીલ કુમાર સિંહ, પીયૂષ કુમાર સિંહ યાદવ, શકીલ અહેમદ અને અન્ય ઘણા નેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મઉની  મધુબન બેઠક પરથી નીલમ સિંહ કુશવાહા, ઘોસીથી વસીમ ઈકબાલ, મૌથી ભીમ રાજભર અને બદલાપુરથી મનોજ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ


CM ચન્નીની મોટી જાહેરાત- જો કોગ્રેસની સરકાર બનશે તો દર વર્ષે આઠ ગેસ સિલિન્ડર મફતમાં આપશે


પંજાબમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સત્તાધારી કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓ લોકોને વચનો આપવામાં વ્યસ્ત છે. પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા માટે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ જો ફરીથી કોગ્રેસની સરકાર આવશે તો લોકોને મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓની વિશેષ કાળજી રાખીને આર્થિક મદદ પણ કરવામાં આવશે.


મફતમાં 8 ગેસ સિલિન્ડર આપવાનું વચન


પંજાબના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તો સરકાર દર વર્ષે લોકોને 8 ગેસ સિલિન્ડર મફતમાં આપશે. આ સાથે મુખ્યમંત્રી ચન્નીએ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 1100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા શનિવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસના ઉમેદવાર મનીષ બંસલના પક્ષમાં પ્રચાર કરવા બરનાલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે બરનાલાના લોકો એક તરફ થઇ ગયા છે અને કોગ્રેસને જીતાડવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે રાજ્યમાં માત્ર કોંગ્રેસની જ સરકાર બનવા જઈ રહી છે.