જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલ રાજનીતિક સંકટની વચ્ચે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)એ પોતાના બન્ને ધારાસભ્યોને તટસ્થ રહેવા માટે કહ્યું છે. પાર્ટીએ બન્ને ધારાસભ્યોને વિધાનસભામાં શક્તિ પરિ7ણ દરમિયાન ન તો કોંગ્રેસ અને ન તો ભાજપના પક્ષમાં મત આપવા માટે વ્હિપ આપ્યું છે. પાર્ટીએ બન્ને ધારાસભ્યોને ન તો અશોક ગેહલોતને કે ન તો સચિન પાયલોટને મત આપવા માટે કહ્યું છે અને બન્ને સભ્યોને તટસ્થ રહેવા માટે કહ્યું છે. અશોક ગેહલોતનું ગ્રુપ બીટીપીના ધારાસભ્યોને સરકારના સમર્થનમાં માની રહ્યા છે. પાર્ટીએ વિતેલા સપ્તાહે થયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો.

જોકે બન્નેમાંથી એક ધારાસભ્યએ સરકારના પક્ષમાં સમર્થનની વાત કહી છે. પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ સી વસાવાએ બન્ને ધારાસભ્યોને વ્હિપ જારી કર્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રભારી રમેશભાઈ વસાવાએ કહ્યું કે, જો ધારાસભ્યો વ્હિપને નહીં માને તો તેમની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

મખ્યમંત્રી આવાસ પર સોમવારે આયોજિત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં બન્ને ધારાસભ્યો હાજર હતા. બીટીપી ધારાસભ્ય રામ પ્રસાદે કહ્યું કે, સરકારને અમારું સમર્થન ચાલુ રહેશે.