સરકારે સ્માર્ટ મીટરિંગને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થાથી વીજળીના વપરાશને રેકોર્ડ કરવામાં ગડબડ, વીજળીની ચોરી, મીટર સાથે છેડછાડ જેવી સમસ્યાઓની બચી શકાશે.
નાણામંત્રીએ બજેટ સત્ર દરમિયાન કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આગામી ત્રણ વર્ષમાં પરંપરાગત મીટરોની જગ્યાએ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવી લે. તેમણે કહ્યું કે, આ નવા સ્માર્ટ મીટરમાં વપરાશકર્તાને પોતાની જરૂરિયાત મૂજબ વીજળી સપ્લાયર પસંદ કરવા અને રેટની પસંદગી કરવાની સ્વતંત્રા મળશે.